કાલોલ પોલીસે ઉમરાહ કરવા માટેની ઓફિસ ખોલી છેતરપિંડી કરનાર બે આરોપીઓને ઝડપી પાડયા.

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ નગરમાં જીગર બેટરીવાળાની દુકાનની ઉપર મોહંમદી મસ્જિદની પાસે આવેલ હુસેનભાઇ ઈબ્રાહીમ બોબડિયાની દુકાન ભાડે લઈને એપ્રિલ ૨૦૧૯ ના અરસામાં અમીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્પેશિયાલિસ્ટ ઈન ઉમરાહ જિયારત એવું બોર્ડ મારીને માંકણ ગામ, તાલુકા – કરજણના હાજી મુબારક દાઉદ પટેલ (પાયા) મુખ્ય વહીવટકર્તા તથા કેટલાક બીજા શખ્સો મુંતજિર મુબારક પટેલ (પાયા), યાકુબ મહંમદ ટીંબાવાલા મેનેજર ત્રણેયનું રે. માકણ, તથા સઈદભાઈ એકાઉન્ટન્ટ રે. સુરત એ ઉમરાહ (હજયાત્રા) કરાવવા માટે જાહેરાત કરી ઓફિસ શરૂ કરી ૩૦ જેટલા લોકો સાથે ઉમરાહ કરાવવાના નામે પૈસા ઉઘરાવી ઓફિસ બંધ કરી નાણાં ચાઉં કરી જનાર ચાર પૈકીના બે આરોપીઓ (૧)સઈદભાઈ એહમદ મહમદ પટેલ રે. સુરતને સુરત ખાતેથી અને (૨) યાકુબ મહમદ ટીબાવાલા રે. માકણ, કરજણ ખાતેથી કાલોલ પોલીસે ઝડપી પાડયા હતા અને કોરોના ટેસ્ટ માટે મોકલ્યાં હતાં જેઓનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા કાલોલ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી બન્નેની પૂછપરછ શરૂ કરી છે કે લોકોના પાસપોર્ટ મેળવવા તથા ઉઘરાવેલા નાણાં ક્યા-ક્યાં વાપર્યા? ક્યા રોકાણ કર્યું ? તેની માહીતી મેળવવા કાલોલ કોર્ટમાં રિમાન્ડ માટે ની તજવીજ સીની.પી. એસ .આઈ એમ.એલ.ડામોરે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here