કાલોલ જુમ્મા મસ્જીદના નુરાની ચોક ખાતે રીફાઇ કમેટી દ્વારા નિયાઝનું સુંદર આયોજન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રબીઉલ અવલ્લ જે ઈદેમિલાદ માસ ચાલી રહ્યો હોય સુન્ની મુસ્લિમ સંપ્રદાયનો પેગંબર હઝરત મોહમ્મદ સાહેબનાં જન્મ દિવસ અતિ મહત્વનો ગણાતો આ માસ જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે જે પેગંબર સાહેબનાં જન્મ દિવસનો મહીમા હોય કાલોલમાં રિફાઇ કમેટી દ્વારા સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહે રિફાઇની મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ સલીમુલ્લાશાહ રિફાઈ સાહેબે મુસ્લિમ સફર મહીનાની ૨૫ તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી હતી.ત્યારથીજ અવારનવાર કાલોલ લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઇ કમેટી દ્વારા મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈની માસીક પૂણ્યતિથિ નો યાદગાર બનાવવા માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કાલોલ નુરાની ચોકના પ્રાંગણમાં લંગરે હઝરત સૈયદ સલીમુલ્લાહ શાહ રીફાઇ કમેટી દ્વારા ઈદેમિલાદ પવિત્ર માસ ચાલતો હોવાથી ભરપેટ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી નિયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ રિફાઇ કમેટી પરીવાર દ્વારા મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈની માસીક પૂણ્યતિથિ નિમિત્તે નિરાધાર રસ્તા ફુટપાથ પર વસ્તા અત્યંત ગરીબ લોકોને પેટભરીને ભોજન વિતરણ કરી માનવતાની સુવાસ પ્રસરાવી સેવાકાર્ય કરાવાની પહેલ કરવામાં આવી છે જેમાં કાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રાજમાર્ગો,ફુટપાથ પર રહેતા ગરીબોને ભોજન વિતરણ કરી પ્રસંશનીય કાર્ય શરુ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here