બોડેલી ખાતે આવેલ ઇપ્સા હોસ્પિટલના માલિક અને ડોક્ટર જયેશ સોની વિરુદ્ધ ભીલીસ્થાન લાયન સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ડોક્ટર ના બીભત્સ વર્તન ને લઈ આદિવાસી સમાજ વિફર્યો

આદિવાસીઓને ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન ની ચીમકી”

બોડેલી ખાતે આવેલ ઇપ્સા હોસ્પિટલ ના માલીક અને ડોક્ટર જયેશ સોની વિરુદ્ધ ભીલીસ્થાન લાયન સેના દ્વારા ભવ્ય આદિવાસી સમાજની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં બી.એલ.એસ સેના ના જણાવ્યા પ્રમાણે આ ડોક્ટર ખુબજ વિવાદમાં રહેછે જેમાં તા.14/4/2022ના રોજ સામાજિક કાર્યકર ગોપીભાઈ ના પુત્ર ને એપેન્ડિક્સ ફાટી ગયેલ હોય એમ દુખાવો ઉપડ્યો અને એ બાળકને ઇપ્સા હોસ્પિટલ ખાતે બોડેલી લાવ્યા હતા તે સમય દરમિયાન અસહ્ય દુખાવો થવાના કારણે ડોકટરને જાણ કરવા કેહતા ડોકટર જાતે આવી ગોપીભાઈ ને ગાળો ભાંડી અને બીભત્સ વર્તન કર્યું એવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને અને ડોકટર જયેશ સોની એ કહ્યું ઉતાવળ હોય તો બીજે લઈ જાવ અને ત્યાંથી એ બાળક ને બીજા હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો અને ડોકટરે જણાવ્યું કે જો તમે થોડા લેટ પડ્યા હોત તો તમારૂં બાળક આજે દુનિયામાં ન હોત આટલી ગંભીર બીમારીને ડો.જયેશ સોનીએ ન ગણકારી તો બીજી તો વાતજ શુ કરવી આ બાબત પ્રેસ મીડિયા માં આવતા વાયરલ થયુ ત્યાર બાદ આજુ બાજુ ના વિસ્તારના લોકો જે આ ડૉક્ટરથી પીડિત થયા છે ગત સમય માં અમો પણ હોસ્પિટલ ની નીતી અને ડોક્ટર જયેશ સોની ની ખરાબ નીતિઓ વિશે ઘણુ સાંભળેલ છે જાતિવાદ ઉચ નીચ ના ભેદભાવ આદિવાસી લોકો વિરુદ્ધ શાબ્દિક ખોટા વિચારો સ્ત્રીઓ પર ખોટી નજર વગેરે દર્શાવેલ લોક વાયકાઓ એ ચર્ચા પકડી છે હાલ ગોપીભાઈ ના કેસ પછી સાંભળવામાં આવી છે અને આદિવાસી સમાજ દ્વારા ડોક્ટરના લાયસન્સ રદ કરવાની અને ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે અને આ આવેદનપત્ર ની નકલ રવાના પો.સબ.ઇ બોડેલી,ડી.એસ.પી સાહેબ શ્રી છોટાઉદેપુર,ગૃહમંત્રી શ્રી ગાંધીનગર,મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર, બી,જે,પી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કામલમ ખાતે આપવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here