કાલોલ : ઘુસર ગોમાં નદીમાંથી રેતી ખનન કરતા ભૂમાફિયાઓ પર ખાણ ખનીજ વિભાગનો સપાટો… 17 ટ્રેક્ટરો સહીત 85 લાખનો મુદ્દામાલ જપ્ત…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકામાં ભૂમાફિયાઓને નેસ્ત નાબુદ કરવા એક પછી એક રેડો કરી ખાણ ખનીજ વિભાગની ટીમ સતત પ્રયાસ કરી રહી છે તંત્રના સંયુક્ત ઓપરેશનથી રેતી માફીયાઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
કાલોલ તાલુકાના ઘુસર ગામે આવેલ ગોમાં નદીમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત ગેરકાયદેસર રીતે ચીલા માંથી રેતી ખનન પ્રવૃત્તિ થવાની ગુપ્ત બાતમીવાળા સ્થળે ઓચિંતા વહેલી સવારે સંયુક્ત ટીમે દરોડો કરી કલેકટરશ્રી પંચમહાલ પોલીસ અધિક્ષક  અને ભુસ્તર શાસ્ત્રી પંચમહાલ ગોધરા ખાણખનીજ વિભાગ દ્વારા પોલીસ ની અલગ અલગ ટુકડી બનાવી રેડ કરતા 17 ટ્રેક્ટરો સહીત 85 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી  વેજલપુર પોલીસસ્ટેશનમાં મુકવામાં આવેલ છે.ભૂ માફિયાઓ દ્વારા ઘણા સમયથી ઘુસર ગોમાં નદીમાંથી મંજૂરી કે લીઝ વગર મોટા મોટા ખાડા પાડી  કરોડો રૂપિયાની રેતી ચોરી કરી સરકારી તિજોરીને ચુનો લગાડવામાં આવ્યું છે તેમજ જોતા ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનન થયેલા સ્થળની જીપીએસ સિસ્ટમ દ્વારા તપાસ કરી કાયદાકીય દંડનીય લેખે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here