રાહુલ ગાંધીનું કેરલના વાયનાડ ખાતે ભવ્ય રોડ શો- જનમેદની ઉમટી પડી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વાયનાડ માં રોડ શો પહેલા રાહુલ ગાંધીના હેલીકૉપ્ટરનુ ચૂંટણી પંચ ની ફ્લાઈંગ સ્કવૉડે કર્યુ ચેકિંગ

દેશભરમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધી સોમવારે કેરળ ખાતે ના પોતાના લોકસભા મતવિસ્તાર વાયનાડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમની લોકસભા સીટ વાયનાડ માં રોડ શો કર્યો હતો.

આ દરમિયાન વાયનાડ઼ ખાતે રાહુલ ગાંધીના સમર્થનમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોને સંબોધતા કોંગ્રેસના નેતાએ ભાજપ સરપર પર આકરા પ્રહારો સાધતા કહ્યું કે આજે મુખ્ય લડાઈ આરએસએસની વિચારધારા સામે છે.

કેરળ આવતા પહેલા ચૂંટણી પંચના અધિકારીઓએ તમિલનાડુના નીલગીરીમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. કેરળના પ્રવાસે પહોંચતા પહેલા રાહુલ ગાંધી તમિલનાડુના નીલગિરિસ પહોંચ્યા, જ્યાં ચૂંટણી પંચ (ECI)ના અધિકારીઓએ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી. નીલગીરીમાં ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વૉડના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વાસ્તવમાં, રાહુલ કેરળમાં પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ જઈ રહ્યા હતા.

રોડ શો દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને વડાપ્રધાન કહે છે કે તેઓ એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક નેતા, એક ભાષા ઈચ્છે છે. ભાષા એ લાદવામાં આવેલી વસ્તુ નથી. ભાષા એવી વસ્તુ છે જે લોકોની અંદરથી આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, કેરળના લોકોને એમ કહેવું કે તમારી ભાષા હિન્દી કરતાં હલકી ગુણવત્તાની છે તે અપમાનજનક છે. ભારતમાં એક જ નેતા હોવો જોઈએ એવું કહેવું એ દેશના તમામ યુવાનોનું અપમાન કરવા જેવું છે.

કેરળના વાયનાડ જિલ્લાના નીલીગીરી જિલ્લાથી બાયરોડ રાહુલ ગાંધી સુલતાન બાથેરી પહોંચ્યા. અહીં તેમણે ઓપન-રુફ કારમાં સવાર થઈને રોડ શો કર્યો, લોકોને શુભેચ્છા પાઠવી. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી સીપીઆઈ નેતા એની રાજા અને બીજેપી ઉમેદવાર સુરેન્દ્રન સામે ચૂંટણી લડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here