ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે “મહિલા વિરોધી ભાજપ દિવસ ઉજવવામાં આવ્યો બેટી બચાવો, બેટી પઢાવો માત્ર કહેવા પુરતું. ગુજરાતમાં મહિલા સુરક્ષિત નથી અને શિક્ષણ મોંઘુ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

ભાજપ દ્વારા સરકારની વાહ વાહી કરવા વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં આજ રોજ મહિલા દિવસ તરીકે ભાજપ આજે ઉજવી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા જિલ્લા પ્રમુખ આનંદીબેન બારીઆ (વકીલ) ની આગેવાનીમાં મહિલા કાર્યકરો સાથે ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે “મહિલા વિરોધી ભાજપ દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો.
જિલ્લા પ્રમુખ આનંદીબેન બારીઆએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં મહિલાઓ માટે સુવિધા, સુરક્ષા, શિક્ષણ, રોજગારી બાબતે કોઈ કામો થયાં નથી. આજે ગુજરાતમાં મહિલાઓ માટે વિશેષ અલગથી સુવિધાઓ ઉપલબ્ધ નથી, સુરક્ષા બાબતે પણ બળાત્કાર અને હત્યાઓ થઇ રહી છે સમયસર ન્યાય મળતો નથી, શિક્ષણમાં સ્પેશિયલ છોકરીઓ માટે શાળા, કોલેજો નથી, છોકરીઓને રોજગારી મળતી નથી. આમ ઘણી બધી સમસ્યાઓ સાથે મહિલાઓ પોતાની મજબુરીમાં જીવન ગુજારે છે. કોરોના મહામારીમાં વિધવા બનેલી બહેનોને વિશેષ કોઇપણ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવી નથી. જે કુટુંબમાં કમાનાર વ્યક્તિ નથી, તેમજ ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવતી મહિલાઓ માટે સરકાર કોઈ રોજગારી આપતી નથી તેથી કાળી મજૂરી કરીને જીવન ગુજારવા અને પોતાના બાળકોને ભણાવવા મજબુર મહિલાઓ ઘણી જોવા મળે છે. એ દુઃખની બાબત છે એમ જણાવ્યું હતું.
અને “મહિલા વિરોધી ભાજપ દિવસ” ની ઉજવણી કરી હતી.
હાલોલ ખાતે જિલ્લા મહામંત્રી મુક્તિ જાદવ તથા તારીકા સોની, ગોધરા શહેરમાં મહિલા જિલ્લા ઉપ પ્રમુખ ઉન્નતિ પરમાર, પ્રચાર પ્રસાર પ્રમુખ નૈમિષા વ્યાસ, કાલોલ તાલુકા મહિલા ઉપ પ્રમુખ તાન્યા પટેલ, જાંબુઘોડા તાલુકા મહિલા પ્રમુખ શુભાગીની બારીઆ, ઘોઘંબા તાલુકા મહિલા પ્રમુખ મીનાબેન ચૌહાણ, મોરવા હડફ તાલુકા મહિલા પ્રમુખ ગીતાબેન કિશોરી સહિત મહિલા કાર્યકરોએ પોત પોતાના તાલુકાઓમાં “મહિલા વિરોધી ભાજપ દિવસ” ની ઉજવણી કરી હતી અને મહિલાઓને જાગૃત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here