કાલોલ- ગોધરા હાઇવે હોટલોને ટેન્ડરોની ફાળવણી કર્યાથી એસ.ટી બસ ઉભી રાખતા સમય વેડફાતો હોવાથી મુસાફર આલમ આક્રોશ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

ગોધરા-કાલોલ હાઇવે હોટલો પર એસ.ટી. અધિકારીઓ દ્વારા ટેન્ડરોની ફાળવણી કરવાથી  એક્સપ્રેસ થી લઈને લોકલ એસ.ટી. બસો રોકવામાં આવતી હોવાથી ગોધરા -કાલોલ તરફ  આવતી એસ.ટી. નિગમની કેટલીક બસોના ડ્રાયવર-કંડક્ટર હોટલો પર બસ રોકતા હોય છે. જેના પરિણામે મુસાફરોનો સમય વેડફાતો હોવાથી આવા હોટલો ના ટેન્ડરો એસટી અધિકારીઓએ આપેલ હોય તેવા એસ.ટી સત્તાધિકારીઓ સામે  જાગૃત મુસાફરોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, નિયમ મુજબ બસ સ્ટેન્ડમાં કેન્ટીનોની ફાળવણી આપ્યાની તીસ કિલોમીટર ની અંતર સુધી કોઈ પ્રાઈવેટ હોટલનું ટેન્ડર પાસ કરવાનું રહેતું નથી તેમ છતાં પણ એસ.ટી.તંત્ર દ્વારા  પ્રાઈવેટ હોટલોને ટેન્ડર આપી જેથી હોટલમાં ચા-નાસ્તો કરતા હોવાથી હોટલના સંચાલક દ્વારા ખુલ્લી લૂંટ ચલાવવામાં આવે છે.પાંચ રૂપિયાની ચા-ના દસથી પંદર રૂપિયા લેવામાં આવે છે.અને પાંચ રૂપિયાના પડીકાના 20 રૂપિયા લેવામાં આવે છે.તેમજ જેથી હોટલો ના સંચાલકને આર્થિક ફાયદો થતો હોય છે.અને મુસાફરોનો સમય પણ વેડફાતો હોવાથી એસટી અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે તેવું મુસાફર આલમ ઇચ્છી રહ્યો છે  ગોધરા -કાલોલ વચ્ચે  કેટલીક એસ.ટી. બસોના ડ્રાઇવર-કંડક્ટર ખાનગી હોટલો પર બસ રોકતા હોવાની મુસાફરોની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે મુસાફરોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, ‘એસ.ટી. બસોના સ્ટોપેજ માટે ગોધરાથી આવતી વખતે વેજલપુર અને કાલોલ બસ સ્ટેન્ડ હોવા છતાં કેટલીક એસ.ટી. બસોના ડ્રાઇવર-કંડક્ટરો જાણી જોઇને હાઇવે પરની ખાનગી હોટલોએ બસ ઉભી રાખતા હોય છે તેમજ જેથી હોટલો ના સંચાલકને આર્થિક ફાયદો થતો હોય છે. જેની સામે  મુસાફરોનો સમય વેડફતા હોય છે.  આ અંગે આસીસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા,નિગમની એસ.ટી. બસના ડ્રાઇવર-કંડક્ટરોને ખાનગી હોટલો પર બસો ઉભી રાખવાની અગાઉ મનાઇ ફરમાવવામાં આવે તેવી માગ મુસાફર આલમ ઈચ્છી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here