ચલાલી ગ્રામ પંચાયતમાં વિવિધ સરકારી યોજનાઓ થકી કરવામાં આવતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લોકબૂમ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના મનરેગા કૌભાંડની તપાસ થાય તો મોટા મગરમચ્છ પાણીમાંથી બહાર આવે તેવી શક્યતા આ સેવાઈ રહી છે

કાલોલ તાલુકામાં વિવિધ સરકારી યોજનાઓ થકી ચાલતા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અંતરિયાળ વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ થયેલા કામોમાં પણ મોટો ભ્રષ્ટાચાર…
ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે . તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.શૌચલાયનો લાભ લાભાર્થી સુધી પહોચ્યો નથી . અમુક જગ્યા પર માત્ર કાગળ ઉપર જ કામ થયેલ જોવા મળેલ છે . લાભાર્થીઓને સરકારશ્રીના નિયમ અનુસાર ૧૨૦૦૦ ( બાર હજાર ) મળવા પાત્ર છે તેની જગ્યા એ માત્ર ૨૦ % લાભાર્થીઓને ૮૦૦૦ આઠ હજાર રૂપિયા આપવામાં આવેલ છે.જયારે સરકારશ્રી દ્વારા સ્વરછ ભારત મિશન યોજના દ્વારા જે ચલાલી ગામ ૧૦૦ % શોચાલય મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ હકીકત કઈક અલગ જ છે . ૨૦ % પણ શૌચાલય બનાવેલ નથી પરંતુ જે શૌચાલય મંજુર કરવામાં આવેલ છે . જેના નાણા સીધે સીધા પંચાયતના એકાઉન્ટમાં સીધા જમા થાય છે લાભાર્થીઓ સુધી પહોચતા નથી અને લાભાર્થી શૌચાલયના લાભ થી વંચિત રહે છે .જે નાણા પંચાયતના સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી અને (કોન્ટ્રાક્ટરની મિલી ભગત થી નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવે છે. મનરેગા યોજના દ્વારા જે કામો કરવામાં આવે છે તેમાં પણ તદન ભ્રષ્ટાચાર જોવા મળે છે . જેમ કે વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૧ સુધી જે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે . તે તદન બોઘસ છે . જે ગરીબી રેખા હેઠળ જીવતી વ્યક્તિને રોજગારી માટેની યોજના હોય તો જે ગરીબ લોકોના જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા નથી અને જે રોજગારી ગરીબ લોકોને મળે તે પણ મળેલ નથી . જે મનરેગા યોજનામાં કામો કરવામાં આવ્યા છે . જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે .ભાથીજી મંદિરથી હવેલી સુધીનો રસ્તો બહુ ખરાબ પરિસ્થિતિમાં છે . ફળિયામાં કાદવ , કીચડ , મરછરનો ઉદભવ વધતો રહે છે જેના કારણે આજુબાજુમાં રહેતા ફળિયાના લોકોને બીમારીનો સામનો કરવો પડે છે . વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી . હાલ એ ફળિયામાં અંદાજીત ૧૬૦ માણસોની વસ્તી ધરાવે છે . ત્યાં પંચાયતમાંથી કામ કરવામાં આવતું નથી , ચલાલી ગ્રામ પંચાયત દ્વારા ૧૬૦ થી વધારે લોકોના સ્વાસ્થય સાથે ચેળા કરતા માલુમ પડે છે.ચલાલી ગ્રામ પંચાયતમાં થયેલ તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે . તેના દરેક કામોમાં ખોટા બીલો રજુ કરવામાં આવ્યા છે . જેની યોગ્ય સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ છે મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ તેવા લોકોને લાભ મળેલ નથી . જે વહીવટમાં ચલાલી ગ્રામપંચાયત દ્વારા જે લોકોને મળવાપાત્ર નથી તેવા લોકોને પણ લાભ આપવામાં આવ્યો છે . જે ગેર વહીવટ કર્યો હોય તેવું જણાઈ આવે છે .આગળના જે જુના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને પહેલો હપ્તો મળ્યો છે બાકીના હપ્તા મળેલ નથી . તેની નોંધ લેવા એક જ માંગ છે કે તમામ લાભાર્થીઓને લાભ મળ્યો છે કે નથી અને ચલાલી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામોમાં ગ્રાન્ટ મુજબ કામો કરવામાં આવ્યા છે કે નહિ તેની સ્થળ તપાસ કરવામાં આવે અને સંતોસકારક ન્યાય મળે તેમજ ચલાલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારીઓ સામે જરૂરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરીએ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here