અમદાવાદના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ઇમરાન પટેલનો ટૂંકો પરિચય મોટો પ્રકાશ સર્વે સમાજ માટે પ્રેરણા રૂપ સમાન!

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ ગણાય છે ત્યારે વિવિધ રોગ અંગેના નિષ્ણાંત એવા ડોક્ટરોને લેખિત ટેકનિકલ તેમજ મેડિકલ વિવિધ પ્રકારની પરીક્ષાઓ પૂર્ણ કર્યા પછી જે પદવી પ્રાપ્ત થાય છે તેનું નામ ડોક્ટર પછી તે સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોય કે પછી પોતાની ક્લિનિક પ્રાઇવેટમાં ચલાવતા હોય પરંતુ તેનું હૃદય પોતાના દર્દી માટે કઠોર રાખી તેનું ટ્રીટમેન્ટ કરતા હોય છે પોતાના હૃદયમાં લાગણી ભાવના પોતાના દર્દી પ્રત્યે અઢળક હોય છતાં પણ તે લાગણી ને પથ્થરથી પણ મજબૂત બનાવી તેના દર્દીને દર્દ મુક્ત કરવા માટે વિવિધ પ્રકારની પ્રક્રિયા કર્યા બાદ તેની તાસીરને અનુકૂળ તેના રોગને નાબૂદ કરવા માટે દવા કેપ્સુલ ઇન્જેક્શન બાટલા ની વિવિધ જરૂરત મુજબ સારવાર આપી તેના દર્દી તંદુરસ્ત રોગમુક્ત રહે તેવા પ્રયાસો કરનાર ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે ત્યારે તેમાં બાળ રોગ નિષ્ણાંત તબીબ એવા અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે પોતાની પચાસ બેડની સમગ્ર સુવિધાયુક્ત એશિયન ચિલ્ડ્રનહોસ્પિટલ ચલાવી,સાથો સાથ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જરૂરત મંદ બાળ રોગ નિદાન ફ્રી મેડિકલ સારવાર કેમ્પનું આયોજન કરે છે એવા મૂળ સોરઠ જુનાગઢ જિલ્લાના માંગરોળના અને હાલ કર્મભૂમિ અમદાવાદ એવા ડોક્ટર ઇમરાન પટેલ નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ સર્વે સમાજ માટે પ્રેરણા રૂપ બન્યો છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે તાજેતરમાં જ ફ્રી મેડિકલ કેમ્પ સૌપ્રથમ માંગરોળ કે જયાં એક હજાર જેટલા બાળકો ના નિદાન બાદ ગોધરા ખાતે સર્વ જ્ઞાતિના બાળ રોગોને રોગમુક્ત કરવા માટે નો ફ્રી મેડિકલ કેમ્પ યોજયો હતો તેમાં ચારસો થી વધુ વિવિધ સમાજના બાળ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવાઓ પણ આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અધૂરામાં પૂરું અન્ય શહેર જિલ્લામાં હજુ પણ તેઓ પોતાની યથાશક્તિ પ્રમાણે વિવિધ શહેર જિલ્લામાં ફ્રી બાળ રોગ નિદાન કેમ્પ કરવાના છે,ત્યારે આવા નાની ઉંમરમાં યુવા ડોક્ટર ઇમરાન ભાઈ પટેલ ના બાળકો પ્રત્યે લાગણી અને પ્રેમ મિલન સાર સ્વભાવે સર્વે બાળકો તંદુરસ્ત રહે તે માટે નું મુવમેન્ટ હાથ ધરી છે,સાથો સાથ જ્યારે સમય મળે ત્યારે સ્કૂલો અને મદ્રેસાઓ ચાલતા હોય કે જેમા ઈસ્લામી તાલીમની સાથે ભણતર પણ અપાતું હોય ત્યાં જઈ ને પણ આ યુગમા વિદ્યાર્થીઓને શિક્ષણ પણ જરુરી છે તે અંગે માર્ગદર્શન આપે છે. લોક સેવાને પોતાની ફરજ માનતા ડોક્ટર ઈમરાન પટેલ મુંબઈ ખાતે એમ.ડી.પીડીયાટ્રીક ની ડીગ્રી મેળવવા અભ્યાસ કરતા ત્યારે પણ તેઓ ડોક્ટરોની એક ટીમ બનાવીને મહારાષ્ટ્ર ના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને બીમાર બાળદર્દીઓ ને સેવા આપતા અને બાળ રોગ થી બચવા માટે શું શું સાવચેતી રાખવી તે અંગેની મુહીમ ચલાવી લોકોને સમજણ આપી લોક જાગૃતિ માટે કાર્યશીલ રહેતા હતા,જેની મુંબઈ ના અખબારો તેમજ ઈલેક્ટ્રોનિક ટી.વી.ચેનલોએ પણ લઈ ડોક્ટર ઈમરાન પટેલના આ સેવાકીય કાર્યને બીરદાવેલ હતું. મુખ્યત્વે ડોક્ટરો કે સરકારી નોકરીયાતો રવિવાર એટલે રજા નો દિવસ એટલે રવિવારે પોતાના પરિવાર સાથે ગાળવાનું અથવા આરામ કરવાનું વિચારતા હોય છે પરંતુ આ યુવા ડોક્ટર ઈમરાન પટેલ હમેશા લોકસેવા ને મહત્વ આપે છે.પોતાની પ્રગતિ અને સફળતા પાછળનું કારણ પોતાના મા બાપની દુઆ અને ગરીબોની દુઆ અને આશીર્વાદ સ્વરૂપે તેઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બાળ રોગ મેડિકલ કેમ્પ ની શરૂઆત કરી છે જેના ભાગરૂપે યુવા ડોક્ટર ઇમરાન પટેલ નો ટૂંકો પરિચય સર્વે સમાજ માટે મોટો પ્રકાશ આપી રહ્યો હોય તેમ મોટાભાગના ડોક્ટર ઇમરાન પટેલ ના ચાહકો અને તેની સેવાનો લાભ લેનાર તેના વ્યવસાય અને સેવાકીય કાર્યથી પરિચિત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here