કાલોલ કૉંગ્રેસ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કોંગ્રેસ હાઉસ સરદાર ભવન કાલોલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના 139 મા અને કોંગ્રેસ સેવાદળ ના 101 મા સ્થાપના દિન નિમિતે પંચમહાલ જીલ્લા કાલોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા /તાલુકા/શહેર કોંગ્રેસ ના પદાધિકારી આગેવાનો, કાર્યકર મિત્રો ની ઉપસ્થિતી મા ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવી નવા વરાયેલા જીલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સૂચના અનુસાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ ચેતનસિંહ નો સત્કાર સમારંભ તેમજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી ની સેવાને બિરદાવવામા આવી હતી. આ પ્રસંગે કાલોલ તાલુકાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર, પ્રદિપસિંહ પરમાર , રાજેન્દ્રસિંહ જાદવ , નસીબદાર રાઠોડ , કિરણભાઈ પરમાર , નરવતસિંહ પરમાર , વિપુલભાઈ રાઠોડકાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here