છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત ૧૧૮૨ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પંચાયત કાર્યક્રમ યોજાયા

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

દર વર્ષ વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧ થી ૭ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત અને આઈ.સી.ડી.એસ કચેરી દ્વારા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૧૧૮૨આંગણવાડી કેન્દ્રો ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને સ્તનપાનના મહત્વને સમજાવવા પોષણ પંચાયત નામનો કાર્યક્રમ કરવામાં આવે છે.. જેમાં સમુદાય/કુટુંબના સભ્યોને સ્તનપાન અને માતાના દુધના મહત્વ અંગે સંવેદનશીલતા અને પરિવારની ભૂમિકા ઉપર ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકાઓ દ્વારા સગર્ભા અને ધાત્રીમાતાઓની મુલાકાત લેવામાં આવી અને પ્રથમ ધાવણ તેમજ બાળકને છ માસ સુધી માત્ર માતાનું ધાવણ લેવુ તે અંગે પણ સમજ કેળવવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીર છોટાઉદેપુર જીલ્લાના પધારવાંટ ગામની આંગણવાડી કેન્દ્રની છે જ્યાં આંગણવાડીની બહેનો, બાળકોના વાલીઓ અને બાળકો સહિયારો શપથ લઈ સ્તનપાનનું મહત્વને ઘોષિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here