કાલોલ કાશીમાબાદ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જતાં સમગ્ર સોસાયટીમાં અંધારપટ છવાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેર સ્થિત ગોધરા-વડોદરા હાઇવેને અડીને આવેલી કાશીમાબાદ સોસાયટી ખાતે ગત રવિવારે કમોસમી વરસાદ શરૂ થતાં જેને પગલે મધરાતે કારણોસર સમગ્ર સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસોથી રાત્રે અંધારપટ જોવા મળ્યો હતો સોસાયટીના અનેક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટો પણ બંધ છે.તેથી અંધારામાં લોકોને પડવા-વાગવાની દહેશત રહે છે. આથી સ્થાનિક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી રાત્રિના સમયે શહેરીજનોને ભારે તકલીફ વેઠવી પડે છે જ્યારે ચોરી થવાના બીકથી મધરાત્રે કુતરાં ભસતાં હોઇ સોસાયટીના રહીશો પણ ફફડાટથી જાગી જાય છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અંધારામાં સબળવાનો વારો આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સ્ટ્રીટલાઇટ કાશીમાબાદ સોસાયટીના જાહેર રસ્તાઓ ઉપર બંધ હોવાના કારણે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા મૌખિક રજૂઆતો જવાબદાર તંત્ર સમક્ષ કરવામાં આવી છે.પરંતુ તેનો કોઈ ઉકેલ કરવામાં નહિ આવતા સ્થાનિક રીહશોમાં રોષ ભભૂકી ઉઠયો છે.ઉલ્લેખનીય છે કે એક તરફ સ્ટ્રીટલાઇટો પાછળ પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે ત્યારે હવે લોકોને લાઇટો ની સગવડ મળી રહી નથી ત્યારે સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટો રાત્રે ચાલુ રહે તે પ્રકારે કામગીરી કરવાની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here