ગૌષ્ણેશ્વર મહાદેવ મંદીર માં ફૂલો અને દીપમાળાની સજાવટથી નયનરમ્ય દેવ દિવાળીનાં દર્શન…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલુ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસ નાં પંથકના શિવ ભક્તો માં અનેરું મહત્વ ધરાવે છે. દેવ દિવાળી નાં પવિત્ર દિવસે ગામનાં અગ્રણીઓ અને યુવાનો તથા શિવભકતો દ્વારા ભગવાન શિવ અને માતાજી ની આસપાસ ફુલો ની ભવ્ય રંગોળી બનાવી તેની આસપાસ દિવડા પ્રગટાવી સમગ્ર મંદીર પરિસર ને સજાવવામાં આવ્યુ હતુ દીપમાળા અને ફુલો ની રંગોળી નાં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન કર્યાં હતા મંદિરના પરિસર માં આવેલ હનુમાનજીના મંદિરે પણ ભવ્ય રંગોળી બનાવી દીપ પ્રગટાવ્યા હતા ફૂલ અને દીપમાળા નાં અનેરા સંગમ અને મંદીર ની ચોફેર દિવડા નાં ઝગમગાટ થી મનમોહક વાતાવરણ સર્જાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here