છોટાઉદેપુર : પેરોલ ફર્લો સ્કોડ દ્વારા જેતપુરપાવી પો.સ્ટે.માં પ્રોહીબીશનના ગુનામાં રાજય બહારના પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ કે.કે.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોડ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જેતપુરપાવી પોલીસ સ્ટેશનના સી. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૩૦૪૫૮/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ (એ)(ઇ),૯૮(૨),૮૧ મુજબના ગુનાના કામે પકડવાના બાકી આરોપી ઇન્દ્રાભાઇ ચીમાભાઇ સોગડીયા રહે. મોરીયાગામ તા.જી.અલીરાજપુર.નાઓ છોટાઉદેપુર પેટ્રોલપંપ ચોકડી પાસે ઉભેલ છે. જે હકીકત આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
> પકડાયેલ ઇસમ:-
(૧) ઇન્દ્રાભાઇ ચીમાભાઇ સોગડીયા રહે. મોરીયાગામ તા.જી.અલીરાજપુર.
> સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓના નામ
(૧) કે.કે.પરમાર પો.સ.ઇ (૨) અ.હે.કો રાજેશભાઇ (૩) અ.હે.કો અમરસીંગભાઇ
(૪) અ.હે.કો વિજયભાઇ (૫) અ.પો.કો સાદીકભાઇ (૪) ડ્રા.હે.કો યોગેશભાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here