કાલોલની ખાનગી શાળા ઉપર કોઈ પગલા ન લેવાતા એક લાખનું દાન આપીને વાલીઓને લુંટવાનો ઈજારો અપાયાની ચર્ચા !

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના શામળદેવી રોડ ઉપર આવેલી વિવાદાસ્પદ ખાનગી શાળા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં એક લાખ અગિયાર હજાર રૂપિયાનું દાન જિલ્લાના સ્થાનિક રાજકારણી ને હાજર રાખી ને આપીને ભામાશા બનવાનો પ્રયત્ન કરેલો. આ શાળામાં વખતો વખત વિવાદો થતા આવ્યા છે હાલમાં સરકાર દ્વારા ખાનગી શાળાઓને ૨૫ ટકા ફીમાં રાહત આપવાનો પરિપત્ર જાહેર કર્યો છે તે બાદ કલોલની શાંતિનિકેતન શાળા દ્વારા એક પત્રિકા બહાર પાડીને વાલીઓ પાસેથી ફાઈલ ચાર્જીસ ના નામે નાણા પડાવવાનો કારસો રચાયો છે જેનો જાગૃત વાલી દ્વારા વિડીયો ઉતારી વાયરલ થતા અને અખબારોના માધ્યમથી પ્રકાશિત થવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ શાળાના સંચાલકો ઉપર કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી કાલોલના વાલીઓ લૂટાઈ રહ્યા છે. આ શાળાએ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના જુનિયર કે જી થી ધોરણ ૧૨ સુધીના વર્ગો માં ત્રણ હજારથી લઈને રૂપિયા ૭,૦૦૦/ સુધી ફાઈલ ચાર્જીસ નક્કી કર્યો છે. આ શાળા માં જુદી જુદી શાળા ઓ ના બેનર હેઠળ અંદાજે ૧૮૦૦ થી ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના આશરે ૨૪ વર્ગો ગણવામાં આવે તો પણ ૪૮ વર્ગોમાં ઓછા મા ઓછી ૩૦ વિદ્યાર્થીઓ મુજબ સંખ્યા ગણવામાં આવે તો ૧,૪૪૦ વિદ્યાર્થીઓની સંખ્યા થાય હવે હાલ ફાઈલ ચાર્જીસ ના ૪૦ ટકા ફરજિયાત ભરવાનો સ્કૂલ આગ્રહ રાખે છે ત્યારે એક વિદ્યાર્થીના અંદાજે રૂ ૧,૫૦૦/ રૂપિયા ફાઈલ ચાર્જના નામે ઉઘરાવવામાં આવે તો આ રકમ રૂ.૨૧,૬૦,૦૦૦/ ની થવા પામે છે.આમ સરકારી રાહત ની અવેજ માં લાખ્ખો રૂપિયા લૂંટવાની કોશિશ આ શાળા દ્વારા કરવામાં આવી રહી છે. જેની સામે તંત્ર એ ધૃતરાષ્ટ્ર બની ને આંખે પાટા બાંધી લીધા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડ માં એક બે લાખ ઉપરાંતની રકમનું દાન આપીને દસ વીસ ગણી રકમ કાલોલના વાલીઓ પાસેથી પડાવી લેવાનું વહીવટી તંત્રની સાંઠગાંઠથી ષડયંત્ર રચાયું હોય તેવું કાલોલના નગરજનો ને લાગી રહ્યું છે. જે મહાનુભાવો અને તથાકથિત આગેવાનો રાજકારણીઓ આ શાળાના કાર્યક્રમોમાં મહેમાનો બની ને જાય છે તેવા લોકોને જ આગળ કરીને આ શાળા પોતાના વાલીઓ, વહીવટી તંત્ર સાથે ના વિવાદો નો સામ-દામ-દંડ-ભેદ થી નિકાલ કરે છે તેથી આવા આગેવાનો અને રાજકારણીઓ ઉપર પણ વાલીઓ રોષે ભરાયેલા છે. કાલોલના નગરજનોનો એક જ પ્રશ્ન છે કે માત્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપી દેવાથી આ શાળાના સંચાલકોને અમોને લૂંટી લેવાનો કાયદેસરનો પરવાનો આપ્યો છે કે શું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here