પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બાબરા દામનગર વિસ્તારના ૩૦ કરોડના માર્ગ મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા તબક્કામાં માર્ગો મંજુર થતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના માર્ગો અને શહેરને જોડતા માર્ગો તેમજ સુવિધાપથ જેવા માર્ગો સતત રાજ્ય સરકારમાં મંજુર કરાવી લોકોને વધુ સવલતો ઉપલબ્ધ કરાવી રહ્યા છે
ત્યારે ફરીવાર લાઠી વિધાનસભા વિસ્તારના બાબરા અને દામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારના પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ૩૦ કરોડના માર્ગો મંજુર કરાવતા અહીંના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પાસેથી પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ત્રીજા તબક્કામાં બાબરા તાલુકાના કીડી-નાનીકુંડલ ૯.૧૩ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૫૨૫ લાખના ખર્ચે મંજૂર કરાવ્યો છે તેમજ
બળેલપીપળીયા- ખીજડિયા કોડડા ફુલજર ૬.૮૪ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૩૭૭.૬૪ લાખના ખર્ચે મંજુર કરાવ્યો છે તેમજ દામનગર વિસ્તારના રાભડા-ભટ્ટવદર- ભમરીયા માર્ગ ૭.૫૪ કિલોમીટરનો મંજુર કરાવી જોબ નંબર આપી જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત કાર્યપાલક ઇજનેર ને સૂચના પણ આપવામાં આવેલ છે
ઉપરોક્ત તમામ ગ્રામ્ય વિસ્તારના કુલ ૨૩.૫૦ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૧૩૬૯ લાખના ખર્ચે
(ત્રીસ કરોડ)બનશે ત્યારે તમામ માર્ગ પૂરતી લંબાઈ ની સાથે ૫.૫૦ મીટરનો પહોળો બનાવવની પણ સાથે સાથે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે ગામડાઓ રોડ રસ્તાઓથી વધુ સજ્જ બને તેમાટેના પ્રયાસો અને રજુઆત રાજ્ય સરકારમાં કરવામાં આવતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ એક અંદાજ મુજબ ત્રીસ કરોડ ફાળવતા ગામડાઓના રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here