કચ્છ માંડવીથી ઉપડેલો વીજળી જહાજ ડુબ્યાની કરુણાંતિકાને ૧૩૨ વર્ષ પુરા થયા…

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ ’ માંડવીથી ઉપડેલું ‘ વીજળી ‘ જહાજ ડૂબ્યાની કરુણાંતિકાને ૧૩૨ વર્ષ થયા ૧૮૮૮ માં ૧૩૦૦ મુસાફરો સાથે સોમનાથ – પોરબંદરનાં દરિયામાં જળ સમાધિ લીધી ભારત સોરઠના દરિયામાં કદી ન થઈ હોય તેવી ઐતિહાસિક કરૂણ ઘટનાને ૮ નવેમ્બરે ૧૩૨ વર્ષ પૂરા થયા છે . સોમનાથ – પોરબંદરના દરિયામાં મધ્ય દરિયામાં વીજળી નામના જહાજે ૧૩૦૦ જેટલા મુસાફરો સાથે જળ સમાધિ લીધી હતી . ૮ નવે .૧૮૮૮ ના સાડા સાત વાગ્યે એક વિરાટ જહાજ કચ્છના માંડવીથી ઉપડયું જે ૧૨ વાગ્યે દ્વારકા પહોંચ્યુ અને ૫-૩૦ વાગ્યે પોરબંદર બંદરે રોકાયું હતુ . પ્રાપ્ત માહિતી મુજબ આ જહાજનું નામ વૈતરણા હતુ . જેના માલિક શેફર્ડ એન્ડ કંપની હતી અને જહાજની લંબાઈ ૧૭૦ ફૂટ અને પહોળાઈ ૨૬ ફૂટ હતી અને તેની ઝડપ ૧૩ નોટિકલ માઈલ પ્રતિકલાક હતી . તેની ૧૦૪૭ મુસાફરોની કેપેસીટી હતી અને જહાજના કેપ્ટન હાજી કાસમ હતા . ૮ નવે . ૧૮૮૮ ગુરૂવાર – લાભપાંચમે જહાજ વીજળીનું પ્રથમ તરણ મુહૂર્ત થયુ હતુ . જેને જોવા આખુ માંડવી નગર ઉમટયુ હતુ . જહાજમા ૧૩૦૦ જેટલા મુસાફરો ચડયા હતા . લગ્નના ગીતો ગાતી જાનડીઓ અને પરીક્ષામા જતા યુવાનો તેમા હતા . પોરબંદર ખાતે જહાજ પહોંચ્યુ ત્યારે આગળ તોફાન હોય પરવાનગી અપાઈ ન હતી . છતા પણ જહાજ આગળ ધપ્યુ હતુ અને રાત્રે દોઢેક વાગ્યે માંગરોળ નજીક દરિયાના ઊંચા ઊંચા મોજાઓની થપાટથી ૧૩૦૦ મુસાફરો સાથે જહાજે જળસમાધિ લીધી હતી આ ઘટના પરથી ઝવેરચંદ મેઘાણીએ હાજી કાસમ તારી વીજળી રે મધ દિરયે વેરણ થઈ’નો કરૂણ રાસડો આજે પણ શ્રાવણ ના સાતમ આઠમ જેવા તહેવારો માં બહેન દીકરી ઓ સાથે રાસડા ગવાઇ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here