અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલ એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલને માનવતાની મિસાલ સાથે મળી એક નવી ખ્યાતિ

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

ડોક્ટરોની માનવતા અને મહેનત રંગ લાવી

અમદાવાદ ના વસ્ત્રાલ આવેલી એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ મા એક ઓછા મહિને જન્મેલી બાળકી કે જેનું વજન માત્ર એક કિલો હતું અને બાળકી પોતાની માતાના ઉદરમાં થી ઓછા મહિને વહેલી જન્મતાં તેના તમામ અંગો અપરિપકવ હતાં
જેથી આ બાળકી ને એન.આઈ.સી.યુ.મા રાખવામા આવી પચ્ચીસ દિવસ પછી માતાનું ધાવણ આપતાં આ બાળકીને ઉલ્ટીઓ થવા લાગી જેથી હોસ્પિટલ ના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઈમરાન પટેલના જણાવ્યા મુજબ બાળકીના જઠર ના નીચેના છેડે આવેલા સ્નાયુઓની અતિવૃદધિ ને કારણે જઠરનું દ્વાર સાંકડું (pyloric stenosis) હોવાથી તેનો વિકલ્પ માત્ર જટીલ અને જોખમકારક ઓપરેશન હતું,એક તો ઓછા મહિને જન્મેલું જેથી અપરિપકવ બાળક અને અને તેના જઠરનુ સંકોચાવું જેમા અતિ જોખમી સર્જરી ની વાત આવતાં આર્થિક નબળી પરિસ્થિતિના બાળકીના માતા પિતા મોટો ખર્ચ થાશે એવું વિચારી હતાશ થઈ ગયાં હતાં પરંતુ, માનવતા અને સમર્પણ મા પ્રખ્યાત એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ ના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ડો.દિપક સોમાણી, ડો.ઈમરાન પટેલ,ડો.હાર્દિક ચોધરી એ બાળકીના માતા પિતાને હિંમત આપી અને કહેલ કે તમો ચિંતા નહીં કરો અમો અમારો ડોક્ટર ચાર્જ નહીં લઈએં અને તમારી દિકરી સાજી થઈ જાશે અને થયું પણ ખરેખર એવુંજ હોસ્પિટલ મા આ જટીલ સર્જરી કરવામા આવી અને દોઢ મહિના પછી બાળકી ને નવા જીવનદાન સાથે રજા આપવામા આવેલ જેથી બાળ દર્દીના પરિવારમાં ખુશીનો માહોલ હર્ષની લાગણી સાથે છવાયેલો જોવા મળ્યો હતો ડોક્ટરો આવી માનવતા અને દયાભાવ રાખે તો અસંખ્ય ગરીબ દર્દીઓ ના જીવ બચી શકે. એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી આવું જ કાંઈક અમદાવાદમાં ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરોએ ગરીબ પરિવારના બાળ દર્દીની સારવાર કરી માનવ તન ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here