બોડેલી તાલુકાના ઝંડ ગામ અને જાંબુઘોડા અભ્યારણમાં મોટી સંખ્યામાં ભક્તજનો હનુમાન દાદાના દર્શને ઉમટી પડ્યા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અંતરિયાળ એવા છેવાડે આવેલ ઝંડ ગામ અને પંચમહાલ તાલુકાના જાંબુઘોડા અભ્યારણ માં પર્વતોની હારમાળા વચ્ચે પ્રકૃતિની નયન રમ્ય ગોદમાં બીરાજમાન શ્રી હનુમાન દાદાના દર્શને પવિત્ર શ્રાવણ માસના છેલ્લો શનિવારે ખૂબ જ મોટી સંખ્યામાં તેમાં પણ આજે શ્રાવણ માસની અમાવસ અને છેલ્લા શ્રાવણ માસનો છેલ્લો શનિવાર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો હનુમાન દાદાના દર્શને ઉમટી પડ્યા હતા આચ્છાદિત વનરાજી વચ્ચે એક જ રેતી ના પથ્થરમાંથી કોતરાયેલા સ્વયંભૂ પ્રગટ થઈ ૧૮ ફૂટની લંબાઈ વાળી ભારત ભરમાં દુર્લભ એવી અને તેમાંય હનુમાન દાદાના ડાબા પગની નીચે દબાયેલી શ્રી શનિદેવ ની પ્રતિમા વાળી શ્રી ઝંડ હનુમાન દાદાની પ્રતિમાના દર્શનાર્થે આજે હનુમાન ભક્તો નો કિડીયારૂ ઉભરાયું જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here