કચ્છ ભુજ ખાતે રક્ષક પ્રતિષ્ઠાન ઇન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા સન્માન સમારોહ યોજાયો

આણંદ,મોહમ્મદ રફીક જે દિવાન કિસ્મત :-

આણંદના આર્યન લેડી અલ્પાબેન પટેલને સન્માન કચ્છમાં થયું !”…

શિક્ષિત બનો સંગઠિત બનો એક બનો સર્વે સમાજ માં વિવિધ સેવા કે પ્રવૃત્તિઓ ભેદભાવ વગર કોમી એકતાના પ્રતીક યોજાઈ રહી છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રહિત પ્રજાહિત પશુ પંખી હિત કામગીરી બદલ સેવાકીય પ્રવૃતિ અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારા શબ્દનું જ્ઞાન પરિસ્થિતિને પારખવાની દ્રષ્ટિએ મળે તેવા ઉમદા કાર્ય અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓ નું, સખી દાતાઓનું સન્માન વિદ્યાર્થીઓનું સન્માન શિક્ષકોનું સન્માન અધિકારીઓ પદ અધિકારીઓ રાજકીય નેતાઓ નું સન્માન સમારોહ અવારનવાર સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે આવા જ એક સેવાભાવી સંસ્થાના આણંદ શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અંતર્ગત આણંદ સહિત સમગ્ર ગુજરાતમાં તેની સેવાઓ નો લાભ જરૂરત મંદ વ્યક્તિઓને મળે તેવા પ્રયાસો અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિ થી જાણીતા શ્રીમતી અલ્પાબેન પટેલ જેવો આર્યન લેડી તરીકે જાણીતા છે તેને કચ્છ ખાતે ભુજમાં બાલ રક્ષક પ્રતિષ્ઠાન ઇન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા સન્માન સમારોહ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા છે અને તેને એવોર્ડ અર્પણ કરતા સંસ્થાના આયોજકો અને મહાનુભવો વિવિધ અગ્રણીઓ આગેવાનો સંસ્થાઓ ના સભ્યો સહિત મોટી સંખ્યામાં આ સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા એ સમય દરમિયાન સમાજસેવિકા તરીકેનું એવોર્ડ આર્યન લેડી તરીકે જાણીતા સમાજસેવિકા એવા અલ્પાબેન પટેલને સન્માનિત કરાયા હતા જે સન્માન સમારોહ અંતર્ગત સન્માન પ્રાપ્ત કરતા અલ્પાબેન તસવીરમાં દ્રશ્યમાન થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here