આસો નવરાત્રિ પર્વ દરમિયાન અવાજ પ્રદૂષણ પર નિયંત્રણ…. રાત્રિના બાર કલાકથી સૂર્યોદય સુધી લાઉડ સ્પીકર સહિતના સાધનો-વાંજિત્રો વગાડવા પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં આગામી તા. 07/10/2021થી તા.20/10/2021 દરમિયાન આસો નવરાત્રિ તહેવારની ઉજવણી થનાર છે ત્યારે રસ્તાઓમાં તથા સાર્વજનિક જગ્યાઓમાં વાજિંત્રો અને ભૂંગળાઓ અથવા ઘોંઘાટ કરતા બીજા સાધનો વગાડવા પર તેમજ લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયંત્રણો મૂકતો જાહેર હુકમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ (33) (1) (એન) અન્વયે મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા સમગ્ર પંચમહાલ જિલ્લામાં તા. 07 ઓક્ટોબર થી તા. 20 ઓક્ટોબર, 2021 (બંને દિવસો સહિત) રાત્રિના બાર કલાકથી સૂર્યોદય સુધી રસ્તામાં કે સાર્વજનિક જગ્યાઓમાં અથવા તેની નજીકમાં વાંજિત્રો, ભૂંગળા, લાઉડ સ્પીકર અથવા ઘોંઘાટ કરે તેવા બીજા સાધનો વગાડવા પર, રહેવાસીઓને તથા આવ-જા કરનારાઓને હરકત, અગવડ ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન થાય તેવી પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ અંતર્ગત લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડ- 188 અનુસાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here