વડાપ્રધાન મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના આગમન ટાંણે જ CISF ના 4 જવાનો કોરોના પોઝિટિવ

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

કેવડીયા કોલોની ખાતે તેમજ સ્ટેચ્યુ સહિત નર્મદા ડેમની સુરક્ષા મા જોડાયેલા જવાનોના કોરોના ટેસ્ટીંગ દરમ્યાન પોઝિટિવ નીકળવાનો સીલસીલો ચાલું

નર્મદા જીલ્લામા આજે 9 પોઝિટિવ કેસોનોધાયા કુલ આંક 1185 પર પહોંચ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદા જીલ્લા ખાતેના વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના આગમન પહેલા સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન બનાવવાની ક્વાયત હાથ ધરાતાં રોજ બરોજ સુરક્ષા જવાનો સહિત અન્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા તંત્રની ચિંતામા વધારો થયો છે.

નર્મદા ડેમ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા મા જોડાયેલા SRP ના જવાનો સહિત CISF ના જવાનોના કોરોના ટેસ્ટીંગ લેવામાં આવતા પોઝિટિવ નીકળવાનો સીલસીલો જળવાય રહ્યો છે. આજરોજ સટેચયુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી જેઓને સોંપવામાં આવી છે એ CISF ના જવાનોના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા જેમા 4 જવાન કોરોના પોઝિટિવ નીકળ્યા હોવાનું એપેડેમીક મેડીકલ ઓફિસર ડો કશ્યપ દ્વારા જાણવા મળેલ છે.

નર્મદા જિલ્લામા આજરોજ કુલ 9 પોઝિટિવ કેસો નોધાયા હતા જેમા CISF ના 4 જવાનો, સાવલી ખાતે 2, વડીયા ગામ ખાતે 1, આદર્શ નિવાસી શાળામાં 1 અને જીતનગર પોલીસ લાઇન ખાતે 1 કેસનો સમાવેશ થાય છે. નર્મદા જીલ્લામા આજસુધી કુલ 1185 કોરોના પોઝિટિવ કેસો નોધાઇ ચુક્યા છે.

વડાપ્રધાન મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના આગમન ટાંણે જ સુરક્ષા સાથે સંકળાયેલા જવાનોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામા વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here