આધુનિક શિક્ષણનો સ્વપ્ન થયો સાકાર… વડોદરા ખાતે સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન…

વડોદરા, આરીફ દીવાન (મોરબી) :-

વડોદરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર) બાબાજીપુરા-૭ મા પ્રયાસ ટ્રસ્ટ,વડોદરા દ્વારા એક સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડનું અનુદાન કરવામાં આવ્યું છે. આજના દિવસથી ધોરણ 1 થી 5 ના બાળકો પણ આજના ટેકનોલોજીના યુગમાં સારું અને ટેકનોલોજી વાળું શિક્ષણ પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી પ્રયાસ ટ્રસ્ટ, વડોદરા નો આ એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં પ્રયાસ ટ્રસ્ટ, વડોદરા ના તમામ સભ્યો દ્વારા શાળાના ધોરણ 1 થી 5 ના બાળકો માટે આ વર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને આ વર્ગ અને આ ઇન્ટરેક્ટિવ બોર્ડ દ્વારા બાળકો ટેકનોલોજી સાથે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવો ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને શાળા માટે આ અનુદાન એ કદી ન ભૂલી શકાય તેવું યાદગાર બની રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here