આજે ડીસામાં ગૌ માતાના સમર્થનમાં સ્વયંભુ બંધ પાળીને સમર્થન અપાયું

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ઉત્તર ગુજરાતનું સૌથી મોટું વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં પણ આજે ગૌમાતાના સમર્થનમાં સ્વયંભો બંધ પાળીને તમામ વેપારી એસોસીએશન દ્વારા એક જૂથ થઈને સમર્થન આપ્યું ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી 500 કરોડ રૂપિયાની ગૌશાળા અને પાંજરાપોળને છેલ્લા કેટલાય સમયથી ફાળવેલી રાશિ ના આપતા ગૌરક્ષકો આક્રમક મૂડ માં છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરીને ગુજરાત સરકાર પાસે જાહેર કરેલી સહાય રાશી આપવા માટે વિનંતી કરી રહ્યા છે છતાં પણ ગુજરાત સરકાર તરફથી ગૌશાળા અને પાંજરાપોળ સમર્થકોને આ માગણીને ન સ્વીકારતા તમામ ગૌરક્ષકો પાંજરાપોળના ટ્રસ્ટીઓ એક જૂથ બનીને વિશાળ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

વધુમાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા જો 23 તારીખ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 500 કરોડ રૂપિયાની સહાય આપવામાં નહીં આવે તો તમામ ગૌશાળા અને પાંજરાપોળ માંથી ગાયોને રસ્તા ઉપર છોડી મૂકવાની પણ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી જ્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ગૌમાતા માટે કરીને જાહેર કરવામાં આવેલા બંધને ડીસામાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સવારથી લઈને જ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સમર્થન આપ્યું હતું હવે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની માંગો સ્વીકારીને સહાય રાશી જાહેર કરે છે કે પછી 23 તારીખના રોજ આ તમામ સંચાલકો ગૌમાતાને રસ્તા ઉપર છોડી મૂકે છે…

ગૌશાળા અને પાંજરાપોળ ના સમર્થનમાં આજે ડીસાના તમામ ગામડાઓમાં પણ બંધની અસર જોવા મળી હતી તેમજ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓમાં દૂધ ન ભરાવીને પણ સમર્થન આપવામાં આવ્યું હતું. જ્યારે આજે સમર્થનમાં ડીસાના જાહેર રસ્તા, સૂમસાન જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here