અવાર નવાર પત્રકારત્વને બાનમાં લેવાના કરતા પ્રયાસોને લઈને ધોરાજી પત્રકાર એસોસિયેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

પત્રકાર મુસ્તુફા સુમરા અને જુનાગઢ મા બનેલ બનાવ તેમજ કડી ગામના ચીપઓફીસર દ્વારા જે પત્રકાર નુ માઈક તોડી નાખયુ તેમના વીરૂધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમની સાથે થયેલ ગેરવર્તન અને ઘમકી આપનાર વિરૂધ્ધ માં પોલીસ ફરીયાદ કરવા માં આવે તેવી ધોરાજી પત્રકાર એસોસિયેશન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ભારત માં લોકશાહી ને જીવંત રાખવા માટે લોકશાહિ ના ચોથા સ્થંભના પ્રહરીઓ સતત જીવના જોખમે સમાચારો લોકો સુધી પહોચાડે છે દેશ ની અંદર નાના માં નાના લોકો નો અવાજ બની ને કાર્ય કરે છે ત્યારે તેને બંધારણે આપેલા સવાલ પૂછવા ના હક ને લઈને કોઈ વ્યક્તિ અથવા સરકારી અધિકારીઓ દ્રારા સરા જાહેર ધમકી આપવાનું ક્રુત્ય કરવું એ લોકશાહિ માટે ખતરા સમાન છે, ત્યારે લોકોની સમસ્યા નુ નિવારણ કરતા-કરતા અમો પત્રકાર આજે સમસ્યાનો ભોગ બનેલા છિએ ત્યારે આવા તત્વો અને સરકારી અધિકારીઓ દ્રારા અમારો અવાજ દબાવવા ની કોસીસ કરી રહ્યા છે તેમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય ત્યારે પત્રકાર મુસ્તુફા સુમરા અને જુનાગઢ મા બનેલ બનાવ અને કડી મા બનેલ બનાવ અને સરકારી અધિકારીઓ જે ગેરવર્તન કરનાર અને ખુલ્લી ધમકી આપનાર તેમના વિરુદ્ધ માં આજે રાજકોટ જીલ્લા ના ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ધોરાજી પત્રકાર એસોસિયેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વહેલી તકે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે પોતાના હોદ્દા નો ઘમંડ અને પત્રકારો સાથે હોદા નો ગેર ઉપયોગ કરે તેવા અધીકારીયો ને કડક મા કડક કાર્યવાહિ કરવા તેમજ તાત્કાલીક પકડિ પાડવા માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here