અરવલ્લી જિલ્લામાં 1,96,843 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

54,843 હેક્ટરમાં મગફળી, 33,266 હેક્ટરમાં સોયાબીન અને 30,134 હેક્ટરમાં મકાઈનું વાવેતર

મોડાસા તાલુકામાં સૌથી વધુ 19260 હેકટરમાં મગફળી અને મેઘરજમાં 13675 હેકટરમાં મકાઈનું વાવેતર

અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ થયો છે. અરવલ્લી જિલ્લા ખેતીવાડી કચેરી તરફથી મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 2,01,445 હેકટર મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 1,96,843 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ધાન્ય પાકોમાં 30134 હેકટરમાં મકાઈ, 1442 હેક્ટરમાં ડાંગર અને 995 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. તેલીબિયા પાકોમાં 54,843 હેક્ટરમાં મગફળી, 33,266 હેક્ટરમાં સોયાબીન, 11,464 હેક્ટરમાં દિવેલા અને 245 હેક્ટરમાં તલનું વાવેતર થયું છે. કઠોળ પાકોમાં 9722 હેક્ટરમાં અડદ, 2965 હેક્ટરમાં તુવેર અને 1011 હેક્ટરમાં મગનું વાવેતર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here