અમદાવાદ ખાતે આવેલ અંજુમન ઈસ્લામી હાઇસ્કુલની દીકરીએ પાવર લિફટિંગ રમતમાં રાજ્યમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવ્યું…

અમદાવાદ, કામરઅલી સૈયદ :-

આજરોજ અમદાવાદના આસ્ટોડિયા ખાતે આવેલ અંજુમન ઈસ્લામી હાઇસ્કુલની એક દીકરીએ પોતાના કૌશલ્યને ઉજાગર કરી શાળા સહિત સમગ્ર અમદાવાદ શહેરનું નામ રોશન કર્યું હતું,

મળતી વિગતો મુજબ ગતરોજ તારીખ 28 8 2022 ના રોજ રાજકોટ ખાતે રમાયેલ પાવર લિફ્ટિંગ ગેમમાં ઓપન કેટેગરીમાં અંજુમન ઇસ્લામી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 12 ની વિદ્યાર્થીની પઠાણ સુજાન ગુલએ શાળા તરફે ભાગ લીધો હતો. જે સ્પર્ધામાં રાજ્યભરમાંથી અનેક શાળાઓ તરફી વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય ઉજાગર કરવા આવ્યા હતા, જેથી એક સમયે પાવર લિફટિંગની રમત ખુબજ રોમાંચક બની ગઈ હતી તેમછતાં અમદાવાદઃના પાણીએ ઉછાળા મારી પોતાનામાં રહેલી નારી શક્તિને ઉજાગર કરી પાવર લિફટિંગ ની રમતમાં રાજ્યમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આ બાબત સમસ્ત પંથકમાં ચર્ચાતા ગોલ્ડ મેડલ વિજેતા પઠાણ સુજાન ગુલ સહિત સ્કૂલના પ્રિન્સિપલ શ્રી એમ એમ ધોરીને પણ અભિનંદન સાથે શુભેચ્છાઓના સંદેશાની વણજાર વરસી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here