અભ્યાસ કરાવ્યા વિના ફી લેતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાશે – શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

હાલ સરકાર શાળાઓ ખોલવા કાંઈજ વિચારતી નથી આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ જ શાળાઓ ખુલશે, સરકારનો ખુલાસો

નર્મદા જિલ્લાના શુરપાણેશ્રવર ખાતે સોમવતી અમાસે દર્શન કરવા આવેલ શિક્ષણ મંત્રી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

આજે સોમવતી અમાસે પ્રતિ વર્ષની જેમ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નર્મદા નદી કિનારે આવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને મહાદેવની પૂજા કરી હતી .
મહાદેવના ભકત હોય છેલ્લા 22 વર્ષથી સતત તેઓ મંદીર ખાતે આવે છે તેઓએ શ્રાવણ મહિના શરૂ થતા પહેલા અષાઢી અમાસે આવે છે. પૂજા અર્ચના બાદ રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિને સમજીને સ્કૂલો ખોલવા મુદ્દે કહ્યું કે સરકાર શાળાઓ ખોલવા કોઈ ઉતાવળ નહીં કરે અને ફી વધારે લેનારા સામે અમે કડક પગલાં લઈશું, બાળકોની સ્વાસ્થ અને જીવન મહત્વનું હોવાનું મંત્રી જણાવ્યું હતું.

શૂલપાણેશ્વર મહાદેવની પૂજા કર્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ શિક્ષણ બંધ રહ્યું નથી , જે સરકારની ઉપલબ્ધી હોવાનું જણાવી. વડાપ્રધાનની ગાઇડલાઇન મુજબ તેમના જણાવ્યાના તરત જ ઓનલાઈન શિક્ષણની શરૂઆત ગુજરાતમાં કરી છે, માર્ચ 22 થી સતત આખું વેકેશન વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા હોમવર્ક આપ્યું છે અમારા CRC, BRC ડીપીઓ, ડીઓ વિગેરે વિદ્યાર્થીના વાલીના સ્માર્ટફોન થકી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે. માટે શિક્ષણ કાર્ય બંધ રહ્યું નથી ત્યાર બાદ 8 જૂનથી શાળા કાર્ય શરૂ થયું પણ વિદ્યાર્થીઓને બોલાવાયા નથી ફક્ત શિક્ષકોને જ શાળાઓમાં બોલાયા છે તે પણ ઓછી સંખ્યામાં જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે .હાલમાં શાળા ખોલવાની ઉતાવડમાં સરકાર જરાયે નથી, જયારે જન જીવન સામાન્ય થશે અને આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને જ શાળા ખોલવા બાબતનો નિર્ણય લેવાશે.

શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનું જીવન અને તેમનું સ્વાસ્થ્ય સરકાર માટે મહત્વના છે, સિલેબસ બાબતે તેમને જણાવ્યું હતું કે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને કામગીરી સોંપાઇ છે નવમા ધોરણના એટલો જ અભ્યાસક્રમ રાખવામાં આવે કે જે 10 માં ધોરણમાં તેને ઉપયોગમાં આવે અને જો દસમાં ધોરણમાં તેને ઉપયોગમાં ના આવવાનો હોય તો નવમા ધોરણમાં ન રાખવામાં આવે 20 થી 25 ટાકા જેટલું જ થાય છે.

ધોરણ 1 થી 8 માં પણ અભ્યાસક્રમ માટે કમિટીની રચના કરી છે અભ્યાસમાં શું રાખવું અને શુ ન રાખવુ એ બાબતનો નિર્ણય સરકાર પાછળથી લેશે.

આમ નર્મદા જિલ્લા મા ધાર્મિક વિધિ માટે આવેલ રાજય સરકારના શિક્ષણ મંત્રીએ શિક્ષણની સરકારની હાલના સંજોગોમાં કેવી નિતિ રહેશે તેનો ચિતાર રજુ કરેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here