સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા ખાતેના દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનની ડોમના પતરા ઉડયા !!!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરોની કોઈ જ અવરજવર ન હોય મોટી દુર્ઘટના થતા અટકી

રેલ્વે ઉદધાટનના માત્ર ચારજ મહિનામા રેલ્વેના તકલાદી કામગીરીની પોલ ખુલી

તાઉ-તે વાવાઝોડાની ઝપેટમાં આજરોજ સટેચયુ ઓફ યુનિટી પાસે ના કેવડીયા ખાતે માત્ર ચાર મહિના પહેલા જ બનાવેલ દેશ નુ પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન આવતા પ્લેટફોર્મ ઉપર ના ડોમ ના પતરા ઉડયા હતા.

કેવડીયા ખાતે ના દેશ ના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન મા પ્લેટફોર્મ ઉપર ના ડોમ મા લગાવવામાં આવેલ પતરા આજરોજ ભારે પવન વાવાઝોડા સાથે ફુંકાતા પતરા હવા મા ઉડયા હતા, પતરા હવા મા ઉડતા રેલ્વે સ્ટેશન ઉપર અફરાતફરી નો માહોલ જામ્યો હતો , કામકાજ કરતા કર્મચારીઓ મા ભારે દોડધામ મચી હતી , સદનશીબે હાલ કોરોના ની મહામારી વચ્ચે મુસાફરો મુસાફરીકરવાનું ટાળતા હોય રેલ્વે સ્ટેશન ખાલી ખમમ હોય કોઈ જાતની જાનહાનિ થઇ નહોતી. જોકે રેલ્વે ના તકલાદી કામગીરી ની પોલ ખુલી હતી.

કેવડીયા રેલ્વે સ્ટેશનના પતરા ઉડયાની જાણકારી ગરુડૈશવર મામલતદાર ને થતાં ડિઝાસ્ટર ની ટીમ , કેવડીયા પોલીસ અને રેલ્વે ની ટીમો તવરિતજ સ્ટેશન ખાતે પહોંચી હતી.અને સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here