સગીરાને લગ્ન ઇરાદે અપહરણ કરી બળાત્કાર ગુજારનારને જિલ્લાની સ્પેશિયલ પોકસો અદાલતે કાલોલ તાલુકાના મીરાપુરી ગામના આરોપી ભારત ડામોરને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સગીરાને લગ્ન ઇરાદે અપહરણ કરીને મોરબી કામ અર્થે લઈ જઈને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવાના ચકચાર ભર્યા પ્રકરણમાં પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ પોકસો અદાલત દ્વારા કાલોલ તાલુકાના મીરાપુરી ગામના આરોપી ભારત ડામોરને 20 વર્ષની સખ્ત કેદની સજા ફરમાવતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી

બનાવની વિગત એવી છે કે, આરોપીએ ફરીયાદીની સગીર વયની પુત્રી ભોગબનનાર ઉ.વ.૧૫ વર્ષ ૧ માસની આગળ પાછળ આંટા ફેરા કરી તેણીની સાથે જ લગ્ન કરવાનુ કહી તેણીને સમજાવી, પટાવી, ફોસલાવેલી અને આરોપીએ બજાજ પલ્સર મો.સા.નં.જીજે-૧૭ એ.એલ.૮૨૩૧ ઉપ૨ તા.૨૨/૪/૨૨ ના રોજ ક.૧૦.૦૦ વાગ્યાના સુમારે આંગળીયા ગામના આશારામ આશ્રમની સામેના રોડે આવી ભોગ બનનાર અને તેણીની માતા સાથે ચાલતી જતી હોઈ તેઓ નજીક મોટર સાયકલ લઈ જઈ ભોગબનનારને મોટર સાયકલ ઉપર બેસી જવા કહેતા તેણીની સાથે મો.સા. ઉપર બેસી જતા આરોપી તેણીને મો.સા.ઉપર બેસાડી મીરાપુર ગામે તેના ઘર પાસેના અછાલાના જંગલમા લઈ આવેલો અને ત્યાં ત્રણ દિવસ રાત જંગલમા રોકાયેલા ત્યા રાત્રીના સમયે આરોપીએ ભોગબનનારને મીરાપુરી ગામેથી છુટક વાહનોમા બેસાડી મોરબી મુકામે લઈ ગયેલ અને ત્યાં તેઓ કડીયાકામની અને રાત્રીના પ્લાસ્ટીકની તાડપત્રીનો તંબુ બનાવી તેમા સુતા હતા ત્યારે આરોપીએ ભોગબનનાર સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધેલા તે બાબતનો સ્પે.કેસ નં.૪૫/ ૨૦૨૨(પોકસો) અત્રેના મહે.એડી.સેશન્સ જજ અને પોકસો કોર્ટના સ્પે.જજ શ્રી રાકેશ જે. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આર.એમ.ગોહીલની ધારદાર દલીલો ગ્રાહય રાખી નામદાર કોર્ટે આરોપી ભારતભાઈ બળવંતભાઈ ડામોર (કટારા), રહે. મીરાપુરી, તા.કાલોલ, જી.પંચમહાલના ઓને ઈ.પી.કો.ક.૩૬૩, ૩૬૬ ના ગુના બદલ ૭(સાત) વર્ષની સજા તથા રૂા.૫,૦૦૦/– દંડ તથા દંડ ન ભરે તો વધુ ૩(ત્રણ) માસની સખત કેદની સજા તેમજ ઈ.પી.કો.ક.૩૭ (૨)(ન), ૩૭૬(૩) તથા પોકસો એકરની કલમ-૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનામા ૨૦(વીસ) વર્ષની સખત કેદનીસજા તથા રૂા.૧૦,૦૦૦/–નો દંડ ફરમાવવામા આવે છે અને જો દંડ ના ભરે તો વધુ ૬(છ) માસની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામા આવેલ છે,તેમજ ઈ.પી.કો.ક. ૫૦૬(૨) મુજબના શિક્ષાપાત્ર ગુનામા ૨(બે) વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦/– નો દંડ, દંડ ન ભરે તો વધુ ૩(ત્રણ) માસની સખત કેદની સજાનો હુકમ કરવામા આવેલ છે, જેથી સદર ચુકાદાથી સગીર વયની દિકરીઓને હેરાન કરનાર તથા ફોસલાવનારા તત્વોમા ભય ફેલાઈ જવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here