સંખેડાની તાલુકા સ્કૂલ ખાતે આજરોજ એક થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા બાળ મેળો યોજાયો

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકા કુમાર શાળા ખાતે બાળકોને વ્યવહાર મા પૈસાનું લેવડદેવડ તથા વ્યવસાયની વાસ્તવિક સમજ મળી રહે તેવા હેતુસર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાળમેળામાં બાળકો દ્વારા પાણીપુરી બટાકા પૌવા, ભૂંગળા બટાકા જેવા નાસ્તા ના સ્ટોલ તથા ગઈકાલે ટાયર પંચર વિધુત પરિપથનું જોડાણ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ બાળકો દ્વારા વિવિધ રમતોનો આયોજન કરી શાળાના તમામ બાળકોએ આ બાળ મેળાનો ખૂબ આનંદ મેળવ્યો હતો અને શિક્ષક ગણ દ્વારા તમામ બાળકોને સાથ સહકાર આપી તેઓનો ઉત્સાહ વધારે હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here