શહેરા : મોરવા (રૈણા) ગામે કોરોના રસીકરણનું કાર્યક્રમ કરી નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું શુભારંભ કરાયું…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ખાતે વધુ એક આરોગ્ય લક્ષી સેવા કાજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું શુભારંભ કરવામાં આવતા મોરવા (રૈણા) ગામ સહિત આજુબાજુના અન્ય ગામોના લોકોમાં આશાની કિરણ સમાન ખુશીની લાગણી વ્યાપી હતી.

મળતી માહિતી મુજબ હાલમાં વૈશ્વિક મહામારીએવા કોરોના વાયરસે દિન પ્રતિદિન પોતાનો પ્રકોપ વધુ તીવ્ર બનાવી દીધો છે, જેના કારણે સમગ્ર દેશ સહિત પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ માનવ ભક્ષી એવા કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાય દિવસોથી રાજ્ય સરકાર સહિત જિલ્લા પ્રસાસન પણ ખડે પગે મહેનત કરી કોરોનાને મ્હાત આપવા શક્ય એટલા પ્રયાસો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં લઈ ગત રોજ શહેરા તાલુકાના મોરવા (રૈણા) ગામે આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવા અને કોરોના સામે રક્ષણ આપે એવી વેકસિન નો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહે એવા આસાયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેને માનનીય શ્રી જેઠાભાઇ ભરવાડ ધારાસભ્ય સાહેબ શ્રી શહેરા ઓ ના દ્વારા આજરોજ શહેરા તાલુકા ના મોરવા (રૈણા) પ્રાથમિક આરોગ્ય કેન્દના નવીન બિલ્ડીંગ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ભરતકુમાર ગઢવી સાહેબ. ભાજપ મહામંત્રી સંજયકુમાર બારીયા. મોરવા સરપંચ નટુભાઈ પટેલ. તા પંચાયત સભ્યો રામસીહ પરમાર. નટુભાઈ બારીઆ. ઉજળા ડે સરપંચ દિલીપભાઈ મેહરા.. મોરવા ડે સરપંચ મહેશભાઈ સોલંકી. માજી સરપંચ નટુભાઈ સોલંકી. સાદરા માજી સરપંચ નટુભાઈ બારીયા. ગણપતસિંહ ચૌહાણ. ભાતનાં મુવાડા સરપંચ ગણપતસિંહ પટેલ. શૈલેષભાઈ પટેલ. યુવા આગેવાન ભુરાભાઇ બારીઆ. Apmc શહેરા ના vice ચેરમેન જશુભાઈ પટેલ. તથા આરોગ્ય અધિકારીવર્ગ ઉપસ્થિત રહેલા. અને સાથો સાથ કોરોના રસીકરણ પણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here