શહેરા- મુક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિગ એકેડમી શહેરા ખાતે ભોપાલ ફાયર નિગમના ઓફીસર સાજીદ ખાન દ્વારા આગ સલામતી અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં આવેલા શ્રી ગાદીસંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિગ એકેડમી ખાતે ભોપાલનગર નિગમના ફાયર ઓફીસર સાજીદખાનની ઉપસ્થિતીમાં આગ લાગવાના બનાવો,તેમજ વિવિધ આપત્તિઓ સમયે કેવી રીતે બચી શકાય,તેમજ પ્રાથમિક તબ્બકે કેવી રીતે સામનો કરી શકાય તેની માહિતી આપીને લોકજાગૃતિ લાવાનો એક કાર્યક્રમ યોજાયો હતો.જેમા એકડમીના તાલીમાર્થી,પત્રકારો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.ડો સાજીદ ખાન જાણીતા ફાયર નિષ્ણાત તેમને દેશના વિવિધ રાજ્યોમા જઈ આગ સલામતી અંગે લોકોને તાલીમ આપીને જાગૃત કરે છે.તેમની આ સામાજીક સેવા ભાવના પરિણામ સ્વરુપ તેમને સન્માનીત પણ કરવામા આવ્યા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે શ્રી ગાદીસંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિગ એકેડમી,શહેરા ખાતે ભોપાલનગર નિગમના ફાયર ઓફીસર સાજીદ ખાન મહેમાન બન્યા હતા.સંસ્થા પરિવાર તરફથી તેમનુ સ્વાગત કરી મોમેન્ટો આપવામા આવ્યુ હતુ.સાજીદ ખાને જણાવ્યુ લોકોમા ફાયર સેફટી માટે લોકોમા જાગૃતતા આવે તેની ભાગરુપે હુ શહેરા આવ્યો છુ .અને તેની ચર્ચા કરી હતી. આપતિ સમયે કેવી રીતે હળીમળીને કામ કરવાનુ છે તેની જાણકારી આપી હતી.આગ લાગવાની ઘટના સમયે ફાયર વિભાગ સાથે પણ કેવી રીતે હળીમળીને કામગીરી કરવી જોઈએ તેની પણ જાણકારી આપી હતી.આગની દુઘટના સમયે ઓછા સમયમા કેવી રીતે તેના પર કાબુ મેળવવો જોઈએ તેની જાણકારી આપી હતી.તેમને અગ્નિશામક યંત્રની પણ માહિતી આપવામા આવી હતી. ગેસ બોટલમા આગ લાગવાની ઘટનાથી આના વડે આગ પર કાબુ મેળવી શકાય છે. ફાયર બિગ્રેડ પાસેથી પણ વિવિધ માહિતી મેળવી શકાય છે. આ પ્રંસગે સંસ્થાના ડાયરેકટર હિતેશભાઈ પટેલ, ટ્રેઈનર મંજીત વિશ્વકર્મા,સંસ્થાના તાલીમાર્થીઓ, તેમજ પત્રકારો પણ હાજર રહ્યા હતા. અત્રે નોધનીય છે કે ભોપાલ નગર નિગમના ફાયર ઓફીસર સાજીદ ખાન દેશના જાણીતા ફાયર ઓફીસરમાં તેમની ગણના થાય છે. તેમને લાખો લોકો સુધી આપત્તિ વ્યવસ્થાપન સમયે કેવી રીતે સામનો કરી શકાય તેની માહિતી આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here