શહેરા તાલુકાનીશ્રી ઉત્તર બૂનિયાદી વિદ્યાલય ડેમલીના શિક્ષક ઈન્દ્રવદનભાઈ પરમારને સન્માનિત કરાયા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડેમલી ખાતે આવેલી શ્રી ઉત્તર બૂનિયાદી વિદ્યાલયની ટીમે ગોધરા તાલુકાના અંબાલી ખાતે યોજાયેલા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.માધ્યમિક શાળામાંથી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી માધ્યમિક શાળા એ ખુબ સુંદર માધ્યમિક કક્ષાએ પ્રદર્શન કર્યું હતું.શાળાના ઇનોવેટીવ શિક્ષક ઇન્દ્રવદન પરમાર દ્વારા વિશેષ કૃતિ નાટ્યકલા અને અભિનય દ્વારા એકમોનું દ્રશ્ય-શ્રાવ્ય ચિત્ર નિરૂપણ ઇનોવેશન ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતૂ. ડાયટ પરિવાર તરફથી ગોલ્ડ મેડલ અને વિશેષ ઇનોવેટિવ એવોર્ડ તથા સન્માન પત્ર આપવામા આવ્યા હતા.અત્રે નોંધનીય છેકે શિક્ષક ઈન્દ્રવદન પરમાર સમગ્ર જીલ્લામાં પોતાની વિશિષ્ટ અભ્યાસ કરાવાની શિક્ષણકળા માટે જાણીતા છે.ખાસ કોરોના માહોલમા લોકડાઉન સમયે વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોઈ અસર ના પડે તે બાબતે તેમને ઉંડો રસ લઈને અભ્યાસક્રમોનૂ નાટ્યરૂપાંતરણ કરીને સોશિયલ મિડીયાના માધ્યમથી ઘરઘર સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનુ શ્રેષ્ઠ કાર્ય કર્યુ હતૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here