શહેરા : તરસંગ ગામના મહિલા સરપંચ જલ્પાબેન સોલંકીએ કેસરીયો ખેસ ધારણ કર્યો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લામાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂટણી સંપન્ન થઈ છે.જેમા શહેરા તાલુકામાં ૫૬ જેટલી ૫૬ ગ્રામ પંચાયતોમાં ચૂટણી યોજાઈ હતી.શહેરા તાલુકામાં તરસંગ ગ્રામ પંચાયતની ચૂટણીમાં જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી વિજેતા બન્યા હતા.જલ્પાબેન કોંગ્રેસપક્ષની વિચારસરણીનુ સમર્થન કરતા હતા.પરંતુ રવિવારે તેઓ પોતાના સર્મથકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા.શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તેમને ધારાસભ્ય કાર્યાલય ખાતે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો.અન્ય સભ્યો સર્મથકોએ પણ ભાજપનો ખેંસ ધારણ કર્યો છે.તરસંગ ગામના સરપંચ જલ્પાબેન સોલંકીએ જણાવ્યુ હતુ કે ૨૫ વરસથી શહેરા તાલુકાનો વિકાસ જોયો છે.જેથી અમને પણ થયુ કે અમારા ગામનો વિકાસ થાય તે માટે અમે ભાજપની સાથે જોડાયા છે.ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે જણાવ્યુ હતૂ.કે તરસંગ ગામના સરપંચ જલ્પાબેન સોલંકી ગામનો વિકાસ થાય તાલૂકાનો વિકાસ થાય,ગામલોકોના વિકાસના માટે,રાષ્ટ્રના હિત માટે મોદીજીના સબકા સાથ સબકા વિકાસના સુત્ર સાથે તેઓ ભાજપમાં જોડાયા છે.તે બદલ હૂ તેમને પાર્ટીમાં આવકારીને અભિનંદન આપૂ છૂ.આ પ્રસંગે શહેરા તાલુકા ભાજપા પ્રમુખ મગનભાઈ પટેલિયા,જિલ્લા ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here