વેજલપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા ૩ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જિલ્લા એલ.સી.બી.પોલીસ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ઉપલા અધિકારીઓેએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એન.એલ. દેસાઇ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ.જે સુચના મુજબ દિગ્પાલસિંહ દશરથસિંહ અ.હે.કો. એલ.સી.બી.ગોધરા નાઓએ તેઓના અંગત બાતમીદારથી બાતમી મેળવી વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦ ૭૦૭૬૨૦૦૪૬૦/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી નાજુ સવસીંગ પલાસ રહે.આંબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ નાઓ હાલમાં ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે મજુરી કામ કરતો હોવાની ખાનગી રાહે મળલે ચોક્કસ બાતમી આધારે ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે જઈ તપાસ કરી આરોપીને કલોલ ખાતેથી પકડી પાડી ગનુાના કામે આગળની કાર્યવાહી કરવા માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here