વેજલપુરમાં મોકા ની જમીન ઉપર ગેરકાયદેસર રીતે રહેણાક મકાનો બનાવી દેતા કલેકટર અને કાલોલ મામલતદારને રજૂઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ભોંઈ વાળા માં રહેતા સુશીલાબેન રતિલાલ બારીયા દ્વારા કાલોલ ના મામલતદાર તેમજ જિલ્લા કલેકટર અને સીટી સર્વેની કચેરીને લેખિત રજૂઆત કરી જણાવેલ છે કે વેજલપુર ખાતે ખાતા નં ૭૨૬ જુનો સર્વે નં ૩૮૧/૨ નવો સર્વે નંબર ૨૨૫૨ વાળી પીપળી ફળીયુ ઘૂસર રોડ ની જમીન ઉપર વેજલપુરના ઇસુભાઈ ઈસ્માઈલભાઈ સાજી દ્વારા ગેરકાયદેસર રીતે તલાટી કમ મંત્રીના મેળાપીપળામાં રહેણાંક મકાનના પ્લોટ પાડી ,વેચી દઇ ૧૩ જેટલા બે માળના મકાનો બાંધી દીધા છે ખેતીની જમીન હોવાનું જાણવા છતાં પણ કોઈ પણ જાતના હક વગર સ્થાનિક પંચાયત તેમજ સીટી સર્વે કચેરીમાં નોંધ કરાવ્યા વગર રહેણાંક મકાનો બનાવી દીધા હોવાની રજૂઆત કરી આ જમીનમાં તેઓનું નામ ચાલે છે અને આ જમીન તેઓની તથા તેઓના અન્ય સગાઓની માલિકીની હોવાનું જણાવી જરૂરી સ્થળ તપાસ કરી તમામ મકાનો ના બાંધકામ દૂર કરી તોડી પાડવા માટેની અરજી આપી છે. છેલ્લા એક મહિનાથી અરજદાર ગોધરા અને કાલોલ ની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આ મહિલાને ન્યાય મળશે કે કેમ તે પ્રશ્નો ઊભો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here