વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત મોરવા(હ) તાલુકાના કુલ ૫૩ ગામોના રૂપિયા ૩૪૦.૯૫ લાખની રકમના કુલ ૩૧૭ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં મોરવા(હ) તાલુકાના કુલ ૫૩ ગામોના કુલ રૂપિયા ૩૪૦.૯૫ લાખની રકમના કુલ ૩૧૭ કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ સાયન્સ કોલેજ, મોરવા(હ) ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ મંજુરી આપેલા કામોની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી તમામ કામોના વર્ક ઓર્ડર આપી સબંધિત ગ્રામપંચાયતને કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્યશ્રી મોરવા શ્રીમતી નિમિષા બેન સુથાર દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાની કલેક્ટર શ્રી ની કામગીરીની પ્રસંશા કરી અને સરપંચશ્રી ઓને આ કામગીરી સમયસર પુર્ણ કરવા સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું.

મોરવા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં મોરવા હડફ ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથાર, કલેક્ટરશ્રી આશિષ કુમાર, તાલુકા પ્રમુખ શ્રી,બાંધકામ સમિતિના ચેરમેન અન્ય પદાધિકારીશ્રીઓ તથા તમામ ગામોના સરપંચશ્રીઓ અને તલાટી કમમંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here