રાજય બહારના છેલ્લા પાંચ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસીંઘ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ઈમ્તીયાઝ શેખ સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના કે.કે.પરમાર પોલીસ સબ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હક્કિત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૦૦૦૭૯/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામનો નાસતા ફરતો આરોપી છોટાઉદેપુર બજાર તરફ આવનાર છે. જેવી મળેલ હક્કિત આધારે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની તપાસ દરમ્યાન મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ:-
નરેશભાઈ સવસીંગભાઈ તોમર રહે. કુહા, તા.કઠ્ઠીવાડા,જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
આ કામગીરી કરનાર:-
પો.સ.ઈ.શ્રી. કે.કે.પરમાર, HC અમરસીંગભાઇ, HC વિજયભાઇ, HC રાજેશભાઇ, PC મહમદ સાદિક તથા ડ્રા.HC યોગેશભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here