રાજપીપળા શહેરમા ભાજપ દ્વારા અલ્પકાલીન વિસ્તારક તરીકે કામગીરીનો શુભારંભ કરાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ ની આગેવાની માં કાર્યકરો એ ઘરે ઘર પહોચી લોકો સાથે સંપર્ક અને સંવાદ કર્યો

લોકસભાની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવાની હોવાથી રાજકિય પક્ષો દ્વારા જનસંપર્ક કરવામાં આવી રહ્યું છે,અને પોતાની તરફે મતદારો ને આકર્ષિત કરવા ના પ્રયાસ કરવામાં આવી રહયા છે,
ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ રાજપીપળા શહેર ભાજપ દ્વારા આજરોજ નગરપાલિકા વિસ્તાર માં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ એ અલ્પકાલીન વિસ્તારક તરીકે બુથના અગ્રણી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી તેમ જ 80 થી વધુ ઘર પર લોક સંપર્ક કરી મોદી સરકાર ના નવ વર્ષના સુશાસનની પત્રિકા વિતરણ કરી નમો એપ ડાઉનલોડ કરાવી દરેક ઘર પર સ્ટીકર લગાવ્યા હતા અને જનસંપર્ક સાધ્યો હતો.

ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ સાથે શહેર ભાજપા પ્રમુખ રમણસિંહ રાઠોડ, મહામંત્રી કમલેશ પટેલ, નગર પાલિકા ના પુર્વ પ્રમુખ જિગીષાબેન ભટ્ટ, સહિત અન્ય ભાજપા કાર્યકરો, નગર પાલિકા ના સદસ્યો પણ જોડાયા હતા
અને 9090902024 પર મિસકોલ પણ કરાવ્યા હતા. આજના વિસ્તારક યોજના કાર્યક્ર્મ માં લોક સંપર્ક સાધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here