રાજપીપળા પાસેના આમલેથાના રેલ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓની રેલમછેલ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા LCB પોલીસની રેડમા દારૂ સહિત દારૂની માત્રા માપવાના સાધન પણ મળી આવતા પોલીસ વિભાગ પણ અચંબામાં..!!!

ડ્રોન કેમેરા સર્વેલન્સનો ઉપયોગ કરી નર્મદા પોલીસનો દરરોજ બુટલેગરોને ટાર્ગેટ બનાવવાનુ અભિયાન

નર્મદા LCB પોલીસે 70 જેટલા દેશી દારૂના કેસ કરતા બુટલેગરોમા ફફડાટ

નર્મદા જિલ્લા મા ખુબજ મોટા પ્રમાણ માં ફેલાયેલા દેશી દારૂ ના નેટવર્ક ને નેસ્તનાબુદ કરવા નો અભિયાન ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ નર્મદા એલ સી બી દ્વારા ચલાવવામાં આવી રહયો છે. આજસુધીમાં ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા જીલ્લા મા 70 જેટલા દારૂ ના કેસ ઝડપી પાડયા હોવાનું જાણવા મળ્યું છે.

આજરોજ સવારે નર્મદા એલ.સી.બી. પોલીસ ના પી .એસ. આઇ. સી.એમ.ગામીત તેમના સ્ટાફ ના માણસો સાથે રાજપીપળા પાસે ના આમલેથા ગામ ની આસપાસ ના ઝાડી ઝાખર કોતર વિસ્તારમાં ડ્રોન કેમેરા ની મદદથી શોધખોળ આદરતા રેલ ગામ ની સીમ મા દેશી દારૂ ની રેલમછેલ કરતી દારૂ બનાવવા માટે ની જાણે કે ફેકટરીઓ હોય એમ દારૂ ની ભઠ્ઠીઓ મળી આવતા પોલીસ વિભાગ પણ અચંબામાં પડી ગયુ હતું.દારૂ માપવામાં સાધનો પણ મળી આવ્યા હતા.

આમલેથા પાસે ના રેલ ગામે રેડ કરી પોલીસે બે સથળે થી 55 લિટર દારૂ , 200 લીટર ગરમ વોશ , 2400 લિટર ઠંડો વોશ ઝડપી પાડયો હતો.અને કુલમળીને ૱ 3900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રેલ ગામે દેશી દારૂ ની ભઠ્ઠીઓ ચલાવતા આરોપીઓ (1) સુરેશ ગુમાન વસાવા રહે.રેલ તા. નાદોદ (2) દિનેશ કંચન વસાવા રહે.રેલ તા. નાદોદ ના ઓ પોલીસ ની રેડ પડતા ફરાર થયા હતાં.આ બનને આરોપીઓ પોલીસ દફતરે લિસ્ટેડ આરોપી હોવાનું પણ જાણવા મળેલ છે. બનને આરોપીઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here