રાજપીપળા નગર પાલિકા દ્વારા લોડાઉન-૪ નો કડક અમલ : પાલીકા ટીમે ૨૪ દુકાનદારોને દંડ ફટકાર્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

શનિવારે નગર પાલિકાની ટિમ રાજપીપળા બજારમાં નીકળી જેમાં ૨૪ દુકાનદારોને માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમના ભંગ બદલ ૪૮૦૦/- નો દંડ કર્યો

હાલ ચાલી રહેલા લોકડાઉન-૪ માં નર્મદા પોલીસ અને રાજપીપળા નગર પાલિકા નિયમોનું કડક પાલન કરાવવા કાર્યવાહી કરે છે જેમાં નર્મદા પોલીસ રોજ કેટલાય લોકો,વેપારીઓ વિરુદ્ધ માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ સહિત નો અમલ ન કરનારા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરે છે ત્યારે નગર પાલિકાની ટિમો પણ નિયમ નો ભંગ કરનારને દંડ કરતી હોઈ શનિવારે રાજપીપળા નગર પાલીકા ના મુખ્ય અધિકારી જયેશ પટેલ ની સૂચના મુજબ પાલીકા ટિમ રાજપીપળા ના બજાર માં ચેકીંગ માં નીકળી હોય જેમાં માસ્ક વગર તેમજ સોસીયલ ડિસ્ટન્સ ના નિયમ નું પાલન ન કરનારા ૨૪ વેપારીઓ ને ૨૦૦/-રૂપિયા લેખે ૪૮૦૦/- રૂપિયા નો દંડ કરી નિયમનું યોગ્ય પાલન કરવા સૂચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here