રાજપીપળા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલાના વીરોધમાં કોંગ્રેસ દ્વારા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે ની માંગ

ગુજરાત વિધાનસભા ના વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ ઉપર અસામાજિક તત્વો અને ને હુમલો કરાયો તેના મમલે કાઁગ્રેસ પાર્ટી આક્રમક બની છે,અને રાજ્ય મા ઠેર ઠેર હુમલાનો કાઁગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે ત્યારે નર્મદા જીલ્લા કોંગ્રેસ દ્વારા પણ નર્મદા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.

વાંસદા ના ધારાસભ્ય આદિવાસી આગેવાન નેતા અનંતભાઈ પટેલ પર અસામાજિક તત્વો દ્વારા જે હિંસક હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ તરફથી નર્મદા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ જે પ્રસંગે રાજપીપળાના ધારાસભ્ય પી.ડી વસાવા ,
પ્રવીણભાઈ લોખંડે પ્રભારી નાંદોદ વિધાનસભા
હરેશભાઈ વસાવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
હરેન્દ્રભાઇ વાળંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
પ્રકાશભાઈ વસાવા નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ
કમલભાઈ ચૌહાણ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી
માલવ બારોટ કાર્યકારી પ્રમુખ રાજપીપળા શહેર કોંગ્રેસ
પ્રિતેશભાઈ પટેલ રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ
વિપુલભાઈ બારીયા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચા પ્રમુખ
અજય વસાવા નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ
ગૌરાંગ મકવાણા સોશિયલ મીડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ
હેમંત સોલંકી સોશિયલ મીડિયા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત કોંગ્રેસના અન્ય આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીજી ની પ્રતિમા પાસે એકત્રિત થયા હતા અને વાંસદા ના ધારાસભ્ય ઉપર કરવામા આવેલ હુમલા નો વિરોધ કર્યો હતો, કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામા આવ્યું હતું. અને ભાજપા સરકાર ના રાજ માં જો ધારાસભ્ય અસલામતી અનુભવતા હોય તેમનાં ઉપર હુમલા થતાં હોય તો સમાન્ય પ્રજા ની શું હાલત થતી હસે ના ધારાસભ્ય પી. ડી. વસાવા એ ભાજપા સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here