રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને RIS ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે G20 અંતર્ગત “એન્ગેજિંગ યુથ માઇન્ડ” વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, રાજપીપલા સંચાલિત સ્કૂલ ઓફ આર્ટ્‌સ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સમાં ટ્રાઇબલ યુનિવર્સિટી અને RIS ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે G20 અંતર્ગત “એન્ગેજિંગ યુથ માઇન્ડ” વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં મુખ્ય વક્તા મનિષ ચંદે G20 અંગે વિદ્યાર્થીઓને તેમની આગવી શૈલીમાં માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર એસ. પાડવી, રજીસ્ટ્રાર ડૉ. વિજયસિંહ વાળા, રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલોપીંગ કન્ટ્રી (RIS)ના કોઓર્ડિનેટર અર્પિત બર્મન તથા કોલેજ કેમ્પસ કોડિનેટર ડૉ. પ્રકાશચન્દ્ર જોષી, બિન શૈક્ષણિક સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન G20ના યુનિવર્સિટીના નોડલ ડૉ. ધવલ પટેલે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here