રાજપીપળાની કોમર્સ કોલેજ ખાતે વિદાય સમારંભ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપળા માં તાજેતરમાં જ બિરસા મુંડા યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર સાહેબ શ્રી ડો મધુકર પાડવી સાહેબના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કોલેજમાં ટી વાય બી કોમ સેમેસ્ટર સિક્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આગામી સમયમાં યુનિવર્સિટીની પરીક્ષા હોવાથી અને તેઓ કારકિર્દીના નવા સોપાન પર જઈ રહ્યા હોવાથી રાજપીપળા ની કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત બિરસા મુંડા યુનિવર્સિટીના વા.ચા. ડો. મધુકર પાડવી સાહેબે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં આગળની તકો કેવી છે , અને તેમના માટે નવા સોપાનો ખુલ્લા છે તે વિશે વિગતે વાત કરી હતી.પાડવી સાહેબે જણાવ્યું હતું કે, જો જીવનના સફળ થવું હોય તો માત્ર ડિગ્રી નહીં પણ નિષ્ઠાથી કરેલું કાર્ય જ આગળ આવે છે. કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણી બધી તકો છે, જેમાંથી રસ્તો વિદ્યાર્થીઓએ પસંદ કરવાનો છે. અને કાર્યદક્ષતા હશે તો જ કોઈ ધ્યેય પ્રાપ્ત કરી શકાશે. એવું નથી કે માત્ર પરીક્ષામાં વધારે માર્ક આવે તે જ સફળ બની શકે પણ મિત્રો સાથે મળીને કોઈક એક નવું ધંધાકીય કે વેપારી સાહસ કરે એ પણ સફળ થઈ શકે. આ ઉપરાંત કોલેજમાં 33 વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને આગામી જૂન મહિનામાં સેવા નિવૃત થતા શ્રી સોમાભાઈ વસાવા ને પણ ડો મધુકર પાડવી સાહેબના હસ્તે વિદાય સન્માન આપ્યું હતું .આ કાર્યક્રમમાં ટી વાય બી કોમના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ જણાવ્યા હતા જેમાં બલદેવ સંધુએ જણાવ્યું હતું કે , રાજપીપળાની કોમર્સ કોલેજમાં અભ્યાસ કરવાથી મારા ત્રણ પેપરમાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધારે માર્ક આવ્યા છે, તો કવિદ્યાર્થીની કિંજલ વસાવા એ જણાવ્યું હતું કે, કોલેજમાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓનું સારું બોન્ડિંગ છે , જે અમને વધારે મહેનત કરવા માટે પ્રેરે છે. જ્યારે તેજલ વસાવા એ જણાવ્યું હતું કે અમને જ્યારે જ્યારે પણ આર્થિક કે કૌટુંબિક સમસ્યા આવે ત્યારે કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ સાહેબ મદદ કરવા માટે સતત તૈયાર હોય છે. કોલેજ નો વહીવટી સ્થાપન ઉત્તમ છે જે હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે.આમ કોલેજનું વાતાવરણ કારકિર્દી ઘડવા માટે અભ્યાસલક્ષી તો છે જ , સાથે સાથે પારિવારિક પણ છે. કોલેજના લાઈબ્રેરીયન હીરાજભાઈ વસાવા એ વિદ્યાર્થીઓના વિદાયને અનુલક્ષીને એક કાવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે પ્રો.જીગ્નેશ ભૂરીયા, પ્રો.હાફીસ કુરેશી પ્રા. પ્રદીપ વસાવા પ્રો નિકુંજ વસાવા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીવાય બીકોમના વિદ્યાર્થી રોહિત યાદવ અને સંજના યાદવ એ કર્યું હતું. કોલેજના પ્રો કિંજલબેન ત્રિવેદી અને પ્રો હિનાબેન માળીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here