રાજપીપળાની અદાલતે પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી આરોપી ભગાવી જવાના મામલે અદાલતી કાર્યવાહી

સગીર વય ની બાળા ને લગ્ન કરવાની લાલચ આપી તેણીને ભગાવી જનાર આરોપી ને રાજપીપળા ની અદાલતે 10 વર્ષ ની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો આરોપી આતિશકુમાર શાંતિલાલ તડવી ઉ.વ .21 મૂળ રહે . કોયારી , તા .તિલકવાડા ફરિયાદી ની દીકરી ભોગબનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગબનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કરેલ જે બાબતે તિલકવાડા પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ જેમાં તપાસ કરનાર અમલદાર આર એલ રાઠવા નાઓએ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા નામદાર એડી સેસન્સ જ્જશ્રી એન એસ સિદ્દીકી સાહેબ ની કોર્ટમાં પોસ્કો કેસન.9/2017થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલશ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલનાઓ ની દલીલ ને ગ્રાહ્ય રાખી આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટ ની કલમ મુજબ તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here