રાજપીપળાના ફુલવાડી પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં 2 ના ઘટના સ્થળે જ મોત 2 ની હાલત ગંભીર

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

મોટર સાઈકલ પર સવાર બે ના અકસ્માત સ્થળે જ મોત જ્યારે કાર ચાલક સહિત 3 વર્ષિય બાળકની હાલત ગંભીર સારવાર અર્થે વડોદરા ખસેડાયા

નર્મદામાં લોકડાઉન દરમિયાન અકસ્માતના બનાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ હાલ સરકારની છૂટછાટ મળતા અકસ્માતના બનાવો ફરી વધતા જોવા મળી રહયા છે. રાજપીપળા નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક પર સવાર 2 વ્યક્તિ ઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતું, જ્યારે બેફામ આવી રહેલા કાર ચાલક સાથે 3 વર્ષીના બાળકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ 9 જૂનના રોજ રાજપીપળા નજીકના વાવડી ગામ ખાતે આવેલા હરિસિદ્ધિ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે નોકરી કરતા ગણપત અંબુભાઈ સોલંકી (ઉ.વ.45 રહે.લુણા,તા:વાલિયા)મો.સા.નં.GJ 16 B 9682 પર ગરૂડેશ્વરના અકતેશ્વર ગામના માનુબેન બાબુભાઇ તડવીને બેસાડીને ગરૂડેશ્વર પેટ્રોલ પંપ પર રાત્રે 9 વાગ્યાના અરસામાં જઈ રહ્યા હતા. ત્યારે ફૂલવાડી અને સમારીયાની વચ્ચે બેફામ ફૂલ સ્પીડથી રાજપીપળાથી કેવડિયા તરફ જઈ રહેલા કાર નં.GJ 22 H 7722 ના ચાલકે એમને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કારે 2-3 પલટી મારી સાથે બાઇક પણ 100 ફૂટ સુધી ઘસડાઈ હોય આ જોરદાર અકસ્માતમાં બાઈક પર સવાર ગણપત સોલંકી અને માનુંબેન તડવીનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે કારમાં સવાર અમિત રાજેન્દ્ર પટેલ (રહે.મેઈન બજાર કેવડિયા કોલોની) અને એમના 3 વર્ષીના પુત્રને ગંભીર ઘાયલ હાલતમાં સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવાયા હતા. આ અકસ્માત બાબતે રાજપીપળા પોલીસે કાર ચાલક અમિત રાજેન્દ્ર પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર બન્નેના મૃતદેહને પીએમ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here