રાજપીપલા નપગારલીકાની ચુંટણી માટે ત્રીજા દિવસ સુધી ૨૮ ઉમેદવારી ફોર્મ ભરાયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પાલિકાના પુર્વ પ્રમુખ ભરત વસાવાએ કોગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા અપક્ષ લેસેની અટકળોનો અંત

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પડતાની સાથે જ ચુંટણીનાં પડઘમ વાગી ચુકયા છે અને ગત ટર્મના મોટાભાગનાં પાલીકા સભ્યોની નિષ્ક્રીયતાને પગલે આ વખતે ઉમેદવારોનો રાફડો ફાટે તેવી સંભાવના વર્તાઇ રહી છે તયારે ઉમેદવારી ફોર્મ ભરવાના ત્રીજા દીવસ સુધી કુલ 28 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.આજે કોંગ્રેસમાંથી ૪ ઉમેદવારે વોર્ડ નંબર 2માંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પુર્વ પ્રમુખ ભરત ભાઈ વસાવા ની ઉમેદવારી મુખ્ય રહી હતી.

વોર્ડ નંબર – ૧માંથી ઇસ્માઇલ ઉસ્માનગની મન્સુરી, પાલિકાના પુર્વ ઉપપ્રમુખ સ્વ. યુસુફભાઇ સોલંકીનાં પુત્ર સોલંકી મંજુરઈલાહી યુસુફભાઈ(લાલુ), શાકભાજી એસોશીએશન, રાજપીપલાનાં માજી પ્રમુખ અને માજી પાલીકા સભ્ય સ્વ. અનામીશરણ પટેલનાં પુત્ર પટેલ પ્રેમશરણ અનામીશરણ, કાછીયા દક્ષાબેન પ્રદીપભાઈએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આજનાં ઉમેદવારીપત્રક ભરાવા સાથે વોર્ડ નંબર – ૧માં કુલ ઉમેદવારોની સંખ્યા ૬ થઇ છે.

વોર્ડ નંબર – ૨માંથી વર્તમાન પાલીકા સભ્ય સુરેશભાઇ માધુભાઇ વસાવા,પૂર્વ પાલીકા સદસ્ય ભંગાભાઇ વસાવાના પુત્ર સુનિલકુમાર ભંગાભાઇ વસાવા,,હાલનાં સભ્ય અને પૂર્વ પ્રમુખ ભરતભાઇ ભંગાભાઇ વસાવાની પુત્રી રીચાબેન ભરતભાઇ વસાવા તથા ઉષાબેન જગદીશકુમાર કહારે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભરતભાઈ વસાવા એ કોગ્રેસ ના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોધાવસે ની નગર મા વહેતી થયેલ અટકળો નો અંત આવ્યો હતો.

આજનાં ઉમેદવારીપત્રક ભરાવા સાથે વોર્ડ નંબર – ૨માં કુલ ઉમેદવારોની સંખ્યા ૪ થઇ છે. વોર્ડ નંબર -3 માંથી વર્તમાન સભ્ય અને યુવા આગેવાન ઇલમુદ્દીન તાજુદ્દીન બક્ષી, વસાવા શિલ્પાબેન જીજ્ઞેશભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આજનાં ઉમેદવારીપત્રક ભરાવા સાથે વોર્ડ નંબર – ૩માં કુલ ઉમેદવારો ની સંખ્યા 3 ઉપર પહોંચી છે.

વોર્ડ નંબર 4 અને 5 માથી આજે ઉમેદવારી કોઈ એ નોંધાવી નહોતી.વોર્ડ નંબર 6 માથી રાજપુત સમાજ ના યુવાન આગેવાન રાજેન્દ્રસિંહ જે. ગોહિલ ઉર્ફ રાજા સહિત પુર્વ સદસય પ્રતિભાબેન ગોહિલે અપેક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર 7 માથી પાલિકા ના પુર્વ સદસય માછી સંજયભાઈ એ અનેતળપદા નિવેદનકુમાર નટવરભાઈ એ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જે સાથે વોર્ડ 7 મા ઉમેદવારો ની સંખ્યા 7 નર્મદા પહોંચી છે.

માન્ય રાજકીય પક્ષો માંથી માત્ર વોર્ડ નંબર 2 માથી જ કોગ્રેસ ના 4 સદસ્યો એ ફોર્મ ભર્યા હતા જયારે ભાજપા એ હજીસુધી ઉમેદવારો ની જાહેરાત કરી નહોય મુરતીયા ઓ પાર્ટી ના મેન્ડેટ ની રાહ જોવામા પડ્યા હતા.આ વખતની ચુંટણીઓ ભાજપા માટે કસોટી સમાન બની રહેશે નગર મા ભાજપા ના પુર્વ સતાધિશો વિરુદ્ધ ભારે રોષ હોય વિકાસ ના નામે મોટા પ્રમાણ મા ભ્રષ્ટાચાર ના આરોપો લાગ્યા હોય તેમજ જેતે વોર્ડ મા પ્રભુત્વ ધરાવે તા અમુક વર્ગો ને જો પ્રતિનિધિત્વ નહી અપાય તો સત્તા થી જોજનો દુર રહેવું સેવક એટલો આક્રોષ મતદારો મા જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here