રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં બિનવારસી ઢોર પકડવાની નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા નગરપાલીકા રખડતા ઢોરો ને પકડી માલિકો પાસે થી દંડ વસુલસે

જાહેર રસ્તાઓ ઉપર રખડતાં ઢોર દ્વારા અકસ્માત, જાનહાનિ કે માલ મિલકતને નુકશાન થયેથી ઢોર માલિક સામે કાયદેસરની કાર્યાવાહી કરાશે

રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં બિનવારસી ઢોર પકડવાની કામગીરી રાજપીપલા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જેથી રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ઢોર માલિક તેઓના ઢોર જાહેર રસ્તા ઉપર રખડતાં ન મુકતા પોતાના કબજામાં રાખવા જણાવવામાં આવે છે.
જો આપની માલિકીના ઢોર જાહેર રસ્તા ઉપર રખડતાં જોવા મળશે તો આ રખડતાં ઢોર પકડ્યાં બાદ ઢોર દિઠ નગરપાલિકા દ્વારા નક્કી કરેલ દંડ વસુલ કરવામાં આવશે. તેમજ જે ઢોર બિનવારસી હશે તેને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે, વધુમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં ઢોર દ્વારા કોઇ અકસ્માત, જાનહાનિ કે માલ મિલકતને નુકશાન થશે તો તે ઢોર માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવા રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપ સિંહ તથા મુખ્ય અધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here