રમજાન માસમાં પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરતો હસનેન મનસુરી..

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં નવા મદ્રસા પાસે રહેતા ફરહાન માનસુરીના પાંચ વર્ષના પુત્ર હસનેનએ રમજાન મુબારકનો રોજો રાખતા સ્નેહી અને મિત્રોએ મુબારકબાદી આપી હતી.
પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ કરતા નજરે પડે છે.
પવિત્ર રમઝાન મહિનો શરું થઈ ગયો છે અને શરૂઆતના અરસામાં પહેલા રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા નાના બાળકો જોવા મળી રહ્યા છે ત્યારે ગોધરાનાં મુસ્લિમ બિરાદરો કાળઝાળ ગરમીમાં પણ રોઝા રાખીને ધાર્મિક ભાવના વધુ મજબૂત બનાવી રહ્યા છે સાથેસાથે ગોધરાનાં નાના ભૂલકાઓ પણ રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસના તમામ રોઝા રાખી રહ્યા છે ત્યારે ગોધરા સહીતના નાના ભુલકાઓએ પોતાના જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે. ફોટામાં દ્રશ્યમાન થતા ફરહાન માનસુરીના પાંચ વર્ષના પુત્ર હસનેનને કલમ કી સરકાર ન્યુઝ પરિવાર ખૂબ ખૂબ દુવાઓથી નવાજી અનહદ શુભેચ્છાઓ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here